ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: નહેરુ સ્ટેડિયમમાં મંડપ તૂટી પડ્યો, આઠ ઘાયલ

Text To Speech
  • પોલીસ અને ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી: દેશની રાજધાની દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમના ગેટ નંબર 2 પાસે આવેલો મંડપ ધરાશાયી થયો છે. મંડપ ધરાશાયી થવાને કારણે અનેક લોકો દટાયા હોવાની આશંકા રહેલી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તાજેતરની માહિતી મુજબ આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના વિશે માહિતી આપતા DSPએ કહ્યું કે, જે ભાગ પડ્યો છે તે ઘણો મોટો છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

જવાહરલાલ નેહરુ સ્ટેડિયમની અંદર એક કાર્યક્રમનું આયોજન થવાનું હતું. આ સંદર્ભે ગેટ નંબર 2 પર મોટો મંડપ ઉભો કરવામાં આવ્યો હતો. 11 વાગ્યાની આસપાસ અચાનક આખો મંડપ નીચે આવી ગયો અને મંડપની નીચે રહેલા લોકો દટાઈ ગયા. આ અંગે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

 

ફાયર બ્રિગેડની ટીમ દટાયેલાં લોકોની કરી રહી છે તપાસ 

સ્ટેડિયમના ગાર્ડના જણાવ્યા મુજબ, દુર્ઘટના બની ત્યારે મોટાભાગના કાર્યકરો નાસ્તો કરવા ગયા હતા કેટલાક લોકો ત્યાંથી આવતા-જતા હતા અને તેઓ લૉન હેન્ગર સાથે અથડાઈ ગયા. એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. ફાયર બ્રિગેડની ટીમ કાટમાળની નીચે કોઈ દટાયું છે કે કેમ તેની તપાસ કરી રહી છે. અકસ્માતમાં ઘાયલોને દિલ્હી એઇમ્સના સફદરજંગ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

બે દિવસ પહેલા પણ બની હતી મોટી દુર્ઘટના 

અગાઉ 15 ફેબ્રુઆરીએ દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હતી. પેઇન્ટ ફેક્ટરીની આસપાસ આવેલી દુકાનો અને મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. આ આગમાં 11 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે કેટલાક લોકો દાઝી ગયા હતા. જેને પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દિલ્હી બીજેપીના વડા વીરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ ઘટનામાં અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને મૃતકોના અંતિમ સંસ્કાર માટે 50-50 હજાર રૂપિયા અને ઘાયલોની સારવાર માટે 25-25 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

આ પણ જુઓ: હલ્દવાની હિંસાના Wantedના પોસ્ટર જાહેર, માસ્ટરમાઈન્ડની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ

Back to top button