દિલ્હીના પેઇન્ટરને કપાયેલા હાથ પાછા મળ્યા, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનું ઉત્તમ ઉદાહરણ
- દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે
- એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનારને નવા હાથ મળ્યા
- મહિલાના અંગદાનથી ચાર જિંદગીઓમાં આમૂલ પરિવર્તન આવ્યું
દિલ્હીના પેઇન્ટરને કપાયેલા હાથ પાછા મળ્યા છે જેમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ છે. દિલ્હીના 45 વર્ષના વ્યક્તિ પર બાઇલેટ્રલ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ પ્રથમ વખત થતા સફળ રહ્યું છે. મહિલાના અંગદાનથી ચાર જિંદગીઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે
એક દુઃખદ ટ્રેન દુર્ઘટનામાં બન્ને હાથ ગુમાવનાર દિલ્હીનો એક પેઇન્ટર હવે ફરીથી પોતાનું બ્રશ પકડી શકશે. અને તેનું સંપૂર્ણ શ્રેય દિલ્હીના ડૉક્ટરોના જૂથની સર્જિકલ એક્સલન્સ અને મહિલા દ્વારા અંગ દાન કરવાના સંકલ્પને ફાળે જાય છે. મહિલાના અંગદાનથી ચાર જિંદગીઓમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. બાઇલેટ્રલ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનું ઉદાહરણ છે, વ્યક્તિને હવે સર ગંગારામ હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. 2020માં એક ટ્રેન દુર્ઘટનામાં આ પેઇન્ટરે તેના બન્ને હાથ ગુમાવી દીધા હતાં. એક વંચિત બેકગ્રાઉન્ડમાંથી આવતો હોવાના કારણે તેની પાસે જીવનમાં કોઈ આશા પણ બચી ન હતી. પણ કહે છે ને કે ચમત્કાર હજુ પણ બને છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ક્રાઇમબ્રાંચ કેમ્પસમાં જ મહિલા તબીબે ઇન્જેક્શન મારીને જીવન ટૂંકાવ્યું
મીના મહેતાએ પોતાના મોત બાદ ઓર્ગન્સ ડોનેટ કરવાના શપથ લીધા હતાં
દક્ષિણ દિલ્હીની શાળાના ભૂતપૂર્વ એડમિનિસ્ટ્રેટિવ વડાને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. મીના મહેતાએ પોતાના મોત બાદ ઓર્ગન્સ ડોનેટ કરવાના શપથ લીધા હતાં. મહેતાની કિડની, લિવર અને કોર્નિયાએ ત્રણ અન્ય લોકોના જીવન બચાવ્યા હતાં અને જીવનમાં નવો રંગ પૂર્યો હતો. તેની સાથોસાથ તેમના હાથોએ પેઇન્ટરના સપનાને ફરીથી નવી આશા આપી હતી, કે જે હાથ ગુમાવવાના કારણે અસહાય અનુભવ કરતો હતો. ડૉક્ટરોએ સર્જરીને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સર્જરી પૂર્ણ કરવામાં 12 કલાક કરતાં વધારે સમય લાગ્યો હતો. આ ઓપરેશન દરમિયાન આર્ટરી, મસલ્સ, ટેન્ડન અને નર્વને ડોનર તથા પીડિતના હાથ સાથે જોડવામાં આવ્યા હતાં. જો કે આ મહેનત આખરે રંગ લાવી છે.