ખેડૂતોનું વિરોધ પ્રદર્શન પુરુ, 6 કલાક પછી ખુલ્યો દિલ્હી-નોઈડા માર્ગ
- નોઈડા એક્સપ્રેસવે પર ઉત્તર પ્રદેશના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન પુરૂ, 6 કલાક સુધી રહ્યો દિલ્હી-નોઈડા હાઈવે રહ્યો ચક્કાજામ
દિલ્હી, 8 ફેબ્રુઆરી: નોઈડા એક્સપ્રેસવે પર ઉત્તર પ્રદેશના ખેડૂતોનો વિરોધ પ્રદર્શન પુરૂ થયું છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનના કારણે લગભગ 6 કલાક સુધી દિલ્હી-નોઈડા માર્ગ ચક્કાજામ રહ્યો હતો, જે હવે ખેડૂતોના વિરોધ પ્રદર્શન પુરુ થતાં રસ્તો સાફ થયો છે. દિલ્હી નોઈડામાં દિવસભર ટ્રાફિક જામથી લોકો પરેશાન થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ખેડૂતો રાત્રે 8 વાગ્યે નોઈડાના કમિશનર લક્ષ્મી સિંહ સાથે બેઠક કરશે. નોઈડા કમિશનરના આશ્વાસન પર ખેડૂતોએ એક્સપ્રેસવે ખાલી કર્યો છે.
નોઈડા કમિશનરની દેખરેખ હેઠળ એક કમિટી બનાવવામાં આવશે. એક સપ્તાહમાં સત્તાધિકારીના અધિકારીઓ સાથે ખેડૂતોની વાતચીત કરવામાં આવશે. આ વાતચીતમાં સરકારી સ્તરના મંત્રીઓ પણ ભાગ લેશે. નોઈડા અને ગ્રેટર નોઈડા સત્તાવાળાઓ પર ખેડૂતોનો વિરોધ ચાલુ રહેશે.
#WATCH नोएडा, उत्तर प्रदेश: नोएडा के DCP विद्या सागर मिश्रा ने कहा, “आज किसान संगठन के नेताओं से वार्ता हुई है। वार्ता के क्रम में एक हाई पावर कमेटी के गठन का प्रस्ताव रखा गया है। जिस पर उनके द्वारा सहमति दी गई और सहमति के बाद आज का कार्यक्रम समाप्त हो गया है…यातायात को समान्य… pic.twitter.com/TdGX8KgQqT
— ANI_HindiNews (@AHindinews) February 8, 2024
દિલ્હી-નોઈડા હાઈવે 6 કલાક સુધી ચક્કાજામ રહ્યો
ઉત્તર પ્રદેશના ખેડૂતોના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસે રસ્તાઓ ડાયવર્ટ કરી દીધા હતા. ક્રેઈન, બુલડોઝર, વજ્ર વાહનો અને ડ્રોન કેમેરાથી પણ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી-નોઈડા બોર્ડર પર 6 કલાક ચક્કાજામ રહ્યો હતો. અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જેથી લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. તે જ સમયે, પોલીસ સતત ખેડૂતો સાથે વાત કરી રહી રહી હતી, આખરે મોડી સાંજે ખેડૂતોએ તેમનું વિરોધ પ્રદર્શનનો અંત લાવ્યો છે, અને દિલ્હી-નોઈડા હાઈવે ખાલી કર્યો છે.
ખેડૂતોએ કેમ વિરોધ શરુ કર્યો હતો?
નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત તેમની જમીનોના બદલામાં વળતર અને પ્લોટની માંગણી સાથે, ખેડૂત સંગઠનો ડિસેમ્બર 2023 થી વિરોધ કરી રહ્યા છે. ખેડૂત જૂથો તેમની માંગણીઓ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ વધારવા માટે એકઠા થયા છે. ‘કિસાન મહાપંચાયત’ 7મી ફેબ્રુઆરીએ બોલાવવામાં આવી હતી અને 8મીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ કૂચ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ચક્કાજામ