ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી-NCRમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપનો આંચકો, 30 સેકન્ડ સુધી થયો અનુભવ

Text To Speech

દેશની રાજધાનીમાં ફરી એકવખત ભૂકંપના તીવ્ર આંચકા લાગ્યા હતા. જેમાં ઉત્તર ભારતના વિવિધ ભાગોથી લઈ નેપાળ સુધી આચંકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના મતે ભૂકંપ બપોરે 2:28 મિનિટ પર આવ્યો. તેની તીવ્રતા 5.8ની હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળમાં જમીનની અંદર 10 કિલોમીટર અંદર કહેવાય છે.

માહિતી અનુસાર હજી સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર આવ્યા નથી, તેમજ કોઈ પણ મોટા નુકસાન અંગે માહિતી મળી નથી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોએ તેમના ઘર અને ઓફિસમાં પણ અનુભવ્યા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

હાલમાં થોડાં દિવસ અગાઉ 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો.

આ પણ વાંચો : દેશના મહાપર્વ ગણતંત્ર દિવસ વિશે જાણી અજાણી વાતો : 1950 થી અત્યાર સુધીમાં ક્યાં દેશો ગણતંત્ર દિવસ પર ભારતના મહેમાન બન્યા અને ક્યાં નહી !

Earthquake-hum dekhenge

કેમ વારંવાર આવે છે ભૂકંપ ?

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ત્રણ ફોલ્ટ લાઇન છે. જ્યાં ફોલ્ટ લાઇન હોય છે, ત્યાં ભૂકંપનું કેન્દ્ર બને છે. દિલ્હી-એનસીઆરમાં જમીનની નીચે દિલ્હી-મુરાદાબાદ ફોલ્ટ લાઇન, મથુરા ફોલ્ટ લાઇન અને સોહના ફોલ્ટ લાઇન છે. ભૂસ્તર શાસ્ત્રીઓના મત અનુસાર, ભૂકંપનું વાસ્તવિક કારણ ટેક્ટોનિક પ્લેટોની ઝડપી હલચલ થતી રહે છે.

આ સિવાય ઉલ્કાની અસર અને જ્વાળામુખી ફાટવા, ખાણ પરીક્ષણ અને પરમાણુ પરીક્ષણને કારણે પણ ભૂકંપ આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર, 2.0 અથવા 3.0ની તીવ્રતાનો ધરતીકંપ હળવો છે, જ્યારે 6 તીવ્રતાનો અર્થ મજબૂત ધરતીકંપ છે.

Back to top button