ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી મર્ડરઃ પાંડવ નગરમાં શ્રદ્ધા જેવી વધુ એક ઘટના, મૃતદેહના ટુકડા કરી ફ્રીજમાં રાખ્યા, , માતા-પુત્રની ધરપકડ

Text To Speech

દિલ્હીમાં શ્રદ્ધા હત્યા જેવી વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. માતા-પુત્રએ મળીને આ હત્યા કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે પુત્રએ માતા સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી લાશને કાપીને ફ્રીઝમાં રાખી દીધી. આરોપી માતા-પુત્ર અલગ-અલગ દિવસે આવ્યા હતા અને મધરાત બાદ ચાંદ સિનેમા સામેના મેદાનમાં લાશનો નિકાલ કર્યો હતો.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના અંગોનો ભેદ ઉકેલ્યો છે. પાંડવ નગરમાં રહેતા યુવકની લાશને કાપીને દરરોજ એક ઘરમાં રેફ્રિજરેટરમાં રાખવામાં આવતી હતી. જે બાદ પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ લાશના ટુકડા ફેંકવામાં આવતા હતા. હત્યાની આ ભયાનક ઘટનાને માતા-પુત્રએ સાથે મળીને અંજામ આપ્યો હતો. માતા-પુત્ર બંનેએ લાશના ટુકડા કરી રેફ્રિજરેટરમાં સંતાડી દીધા અને પછી પાંડવ નગર વિસ્તારમાં ફેંકી દીધા.

મૃતદેહના અનેક ટુકડા કરી રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા 

આ હત્યા અંગે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે દિલ્હીના પાંડવ નગરમાં ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા અને તેના પુત્રની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. તેઓએ મૃતદેહના ઘણા ટુકડા કર્યા અને તેને રેફ્રિજરેટરમાં રાખ્યા અને નજીકના ખેતરમાં ફેંકી દીધા.

ગેરકાયદે સંબંધના કારણે હત્યાની આશંકા

આ હત્યા પાછળ ગેરકાયદે સંબંધોની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી મા-દીકરી પૂનમ અને દીપકની ધરપકડ કરી છે. હત્યા કરાયેલ વ્યક્તિનું નામ અંજન દાસ છે. હત્યા બાદ આરોપીઓએ લાશના ટુકડા અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. દિલ્હી પોલીસ બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને આ હત્યાકાંડ અંગે સંપૂર્ણ માહિતી આપશે. જણાવી દઈએ કે આ પહેલા શ્રદ્ધા વોકરની દિલ્હીમાં કથિત રીતે હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.

આ પણ વાંચો : શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન! સુરતથી પકડાયેલો ડ્રગ પેડલર ફૈઝલ મોમિન કથિત રીતે આફતાબને ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો

Back to top button