વડાપ્રધાન મોદીની આ એક ટ્રીકથી જ કેજરીવાલે ભાજપને MCDની ચૂંટણીમાં હરાવ્યું
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપને કરારી હાર આપી છે. ત્યારે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં ડબલ એન્જીન સરકાર થઈ ગઈ છે. દિલ્હીમાં પહેલાથી આમ આદમી પાર્ટીની સરકાર છે જે બાદ આજે MCDની ચૂંટણીમાં આપે સૌથી સારું પ્રદર્શન કરી 134 સીટ મેળવી છે. જ્યારે બીજેપીને 104 તેમજ કોંગ્રેસને માત્ર 9 સીટ મળી હતી તે સાથે જ અન્ય એટલે કે અપક્ષના ફાડે 3 સીટ ગઈ હતી.
આ પણ વાંચો;હવે દિલ્હીમાં ચાલશે AAP ની ‘ડબલ એન્જિન’ સરકાર, 15 વર્ષ પછી ભાજપની હાર
પીએમ મોદીની ટ્રીકથી ભાજપને માત
દિલ્હીની આ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની જીત બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે દિલ્હી MCDની ચૂંટણીનું પરિણામ બહાર પડવાની સાથે જ હવે હાર જીતની અંગે લોકો ભારે ચર્ચા કરી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણી કેજરીવાલે પીએમ મોદીની ટ્રીક અપનાવીને ભાજપને સત્તા માંથી બહાર કરી છે.
શું હતી ટ્રીક?
કેજરીવાલે પીએમ મોદીની ટ્રીક જેમ પોતાની દરેક સભામાં તેઓ ડબલ એન્જીન સરકારની વાતો કરે છે અને કહે છે કે ડબલ એન્જીનવાળી સરકારથી વિકાસને ગતિ આપી શકાય છે. તે જ ટ્રીક કેજરીવાલે આપવી અને આ જ તરકીબથી MCDની ચૂંટણી જીતી છે. દિલ્હી MCD ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે લોકોને ભરોસો આપ્યો હતો કે દિલ્હીમાં ડબલ એન્જીનની સરકાર આવશે તો રાષ્ટ્રીય રાજધાની સમસ્યા મુક્ત થઇ જશે અને લોકોએ તે વાત પર ભરોસો કરીને આપને જીત અપાવી છે.