દિલ્હી: MCD બેઠકમાં જોરદાર હંગામા સાથે સ્થાયી સમિતિની રચનાની માંગ કરી
- દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની બેઠક દરમિયાન ગૃહમાં હોબાળો.
- ભાજપના કાઉન્સિલરો સ્ટેન્ડિંગ કમિટી અથવા વોર્ડ કમિટીની રચનાની માંગ કરી.
નવી દિલ્હી, 29 નવેમ્બર: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ વોર્ડ સમિતિની રચનાની માંગ કરી છે. આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. હોબાળાની સાથે જ વિપક્ષના નેતા રાજા ઇકબાલ સિંહે કહ્યું કે, ‘AAP એ કોર્પોરેશનમાં જાહેર હિતના મુદ્દા પર ટૂંકી નોટિસ ના આપી, તેના બદલે ટ્રાન્સફર પોસ્ટિંગ પર ટૂંકી નોટિસ આપી છે’.
#WATCH दिल्ली: दिल्ली नगर निगम (एमसीडी) के सदन के अंदर भाजपा पार्षद प्लेकार्ड लेकर स्थायी समिति या वार्ड समिति के गठन की मांग कर रहे हैं। pic.twitter.com/dO5bbSH7wb
— ANI_HindiNews (@AHindinews) November 29, 2023
આ ઉપરાંત ભાજપના કાઉન્સિલરોએ પણ વડાપ્રધાનને પનોતી ગણાવતા હોબાળો મચાવ્યો હતો. ભાજપના કાઉન્સિલરો સ્ટેન્ડિંગ કમિટીની માગણી સાથે મેયરના અધ્યક્ષની સામે પહોંચી ગયા હતા.
#WATCH दिल्ली: दिल्ली नगर निगम (एमसीडी) सदन में हंगामा जारी है। भाजपा पार्षद प्लेकार्ड लेकर स्थायी समिति या वार्ड समिति के गठन की मांग कर रहे हैं। https://t.co/i1GQAlYjQz pic.twitter.com/PUCtzSNDBO
— ANI_HindiNews (@AHindinews) November 29, 2023
આમ આદમી પાર્ટીના કાઉન્સિલર પ્રીતિએ પણ ગૃહમાં નાળાઓની સફાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતો માટે ચાલતી યોજનાને ત્રણ વર્ષ લંબાવી