ટોપ ન્યૂઝનેશનલ

ભાજપ અને આપ વચ્ચે આજે દિલ્હી MCD નો મહાજંગ, 1.45 કરોડ મતદારો કરશે નિર્ણય

Text To Speech

દિલ્હીમાં આજે દિલ્હી મ્યૂનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન થશે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આ ચૂંટણી જીતવાના દરેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે 1.45 કરોડ મતદારો કોને સત્તા આપવી તે આજે મતદાન કરીને નક્કી કરશે. કોને સત્તા મળશે એ તો 7 ડિસેમ્બરે જ ખબર પડશે.

દિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાઇ રહી છે. 250 વોર્ડ માટે 1,349 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. 1.45 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ. ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી નગર નિગમનું એકીકરણ. ત્રણેય નગરના એકીકરણથી દિલ્હી નગર નિગમ બન્યું. દિલ્હી નિગમ માટેની આ પહેલી ચૂંટણી હોવાથી મહત્ત્વની ગણાવાઇ રહી છે.

મતદાન આજે સવારે આઠ વાગ્યે શરૂ થાય ગયું છે અને સાંજે 5.30 વાગ્યે પૂર્ણ થશે. જ્યારે મતગણતરી સાતમી તારીખે હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીમાં આ ચૂંટણીમાં કુલ 1.45 કરોડ મતદારો મતદાનને કરશે. જેમાં 78.93 લાખ પુરુષ મતદારો અને 66.10 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે એક હજારથી વધુ ટ્રાન્સઝેન્ડર પણ મતદાન કરશે.

આ પણ વાંચો : ભારત જોડો યાત્રા : વધુ એક કોંગ્રેસના નેતાનું અવસાન, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

દિલ્હી MCDની સ્થાપના વર્ષ 1958માં થઈ હતી. વર્ષ 2012માં ત્રણ ભાગમાં નગર નિગમ વહેંચાઈ. વર્ષ 2022માં મે મહિનામાં ફરી એક MCD અસિતત્વમાં આવી. 492 સ્થળોએ 3,360 મતદાન મથક સંવેદનશીલ. 68 મોડલ મતદાન બુથ તૈયાર કરાયા.40 હજાર પોલીસકર્મીઓ,20 હજાર હોમગાર્ડ ફરજ પર. અર્ધસૈનિક તથા SRPFની 108 કંપની તૈનાત કરાઈ છે.

Back to top button