ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલાં દિલ્હી MCD ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે સમગ્ર દિલ્હીમાં કુલ 42 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો : દિલ્હી એક્સાઇઝ કેસઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રીને ફરી સમન્સ
નવી દિલ્હીનાકાશ્મીરી ગેટ સ્થિત નિગમ ભવન ખાતે રાજ્ય ચૂંટણી પંચના કાર્યાલયમાં મતગણતરીનું લાઈવ સ્ટ્રીમિંગ મીડિયા સેન્ટરમાં એક મોટી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. દિલ્હી રાજ્ય ચૂંટણી પંચની મોબાઈલ એપ પર પણ ગણતરીની અપડેટ લાઈવ જોઈ શકાશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થશે. દિલ્હીમાં 4 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 250 વોર્ડ છે અને આ ચૂંટણીમાં 1,349 ઉમેદવારો મેદાનમાં છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે, હવે ક્યાં કોઈ ચાવી હશે તે આવતીકાલે પરિણામ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મતગણતરી કેન્દ્રો શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયુર વિહાર, નંદ નગરી, દ્વારકા, ઓખલા, મંગોલપુરી, પિતામપુરા, અલીપોર અને મોડલ ટાઉન સહિતના વિસ્તારોમાં આવેલા છે.
તમારો અભિપ્રાય : ગુજરાતમાં કોની સરકાર બનશે?
એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીત
મોટાભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલ અનુસાર MCDની કુલ 250 સીટોમાંથી 140 થી 150 સીટો આમ આદમી પાર્ટીના ખાતામાં જતી જોવા મળી રહી છે. મતદાનમાં ભાજપ MCDની સત્તાથી દૂર જતો જોવા મળી રહ્યો છે.
તમારો અભિપ્રાય : ગુજરાત વિધાનસભા-2022માં ભાજપને કેટલી બેઠકો પર જીત મેળવશે ?