સોમવારે દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક મુસાફરે હંગામો મચાવ્યો હતો. આ પછી એરક્રાફ્ટને દિલ્હી એરપોર્ટ પર પરત કરવામાં આવ્યું હતું, જ્યાં પેસેન્જરને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI111, જેમાં લગભગ 225 મુસાફરો સવાર હતા, ત્યારે એક માથાભારે વ્યક્તિએ હંગામો મચાવ્યો હતો. આ પછી ક્રૂએ તેને એરપોર્ટ પર ઉતાર્યો અને ફ્લાઈટ ફરીથી લંડનના હીથ્રો એરપોર્ટ માટે રવાના થઈ હતી.
આ પણ વાંચો : રાજ્યમાં બે અલગ-અલગ સ્થળોએ એક યુવક અને બસ ડ્રાઇવરના હાર્ટ એટેકથી મોત !
એર ઈન્ડિયાએ આ મામલે નિવેદન આપતા કહ્યું હતું કે દિલ્હી-લંડન ફ્લાઇટ ટેક-ઓફના થોડા સમય બાદ પરત ફરી હતી. એક મુસાફરે ઉપદ્રવ સર્જ્યો હતો. તેણે મૌખિક અને લેખિત ચેતવણીઓની પણ અવગણના કરી અને ઉપદ્રવ ચાલુ રાખ્યો હતો. કેબિન ક્રૂ મેમ્બર્સ સાથે તેની ઝપાઝપી થઈ હતી, જેમાં બે ક્રૂ ઘાયલ થયા હતા. વિમાનને બાદમાં દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું અને લેન્ડિંગ પછી વ્યક્તિને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.