સીબીઆઇ દ્વારા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપક બાદ દિલ્લી સહિત સમગ્ર ભારતમાં આમ આદમી પાર્ટી આને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કૌભાંડ બહુ મોટું હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના તાર તેલંગાણા, ગોવા આને પંજાબ સુધી જોડાયેલા હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : મનીષ સિસોદિયાની ધરપકડ બાદ હવે CMની પુત્રીની ધરપકડ થવાની શક્યતા
મનીષ સિસોદિયાની ધરપકડ પહેલા આ સમગ્ર કૌભાંડ અંગે કેસીઆરની પુત્રી કવિતાની પણ અગાઉ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ એક મોટા નેતાના પુત્રની પણ ઇડી દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી પ્રમાણે પંજાબ અને ગુજરાતની ચુંટણીમાં પણ આ કભાંડના પૈસા વાપરવામાં આવ્યા હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે હાલ સમગ્ર મામલે સીબીઆઇ પુરાવાના આધારે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેલંગાણા સીએમના પુત્રી કે.કવિતાને સમન્સ, 6 ડિસેમ્બરે CBI એ બોલાવી
ઉલ્લેખનીય છે કે સીબીઆઇ દ્વારા મનીષ સિસોદિયાના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે જેના વિરુદ્ધમાં મનિષના વકીલે સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે ત્યારે ક્યાંક આ સમગ્ર કૌભાંડને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. હવે આગળની કાર્યવાહી પર હાલ સૌ કોઇની નજર છે.