દિલ્હી દારૂ કૌભાંડ : Dy.CM સિસોદિયા સહિત દોઢ ડઝન લોકો સામે FIR, સંબંધીઓની પણ પુછપરછ
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ સીબીઆઈએ દારૂ કૌભાંડમાં FIR દાખલ કરી છે. તેના સિવાય અન્ય 15 લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંં સિસોદિયાના કેટલાક નજીકના લોકોનો પણ સમાવેશ હોવાનું કહેવાય છે. ત્યારે તેમની પણ પુછપરછની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ સિસોદિયાના નજીકના લોકોને સીબીઆઈ ઓફિસમાં બોલાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
ગઈકાલે 14 કલાકના દરોડામાં પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા
મળતી માહિતી મુજબ, ગઇકાલે શુક્રવારે સીબીઆઈએ આ મામલામાં એફઆઈઆર નોંધી હતી. તે એફઆઈઆરમાં માત્ર મુખ્ય આરોપી મનીષ સિસોદિયાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, તેમના સિવાય કેટલાક મોટા અધિકારીઓ અને અમલદારો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે આ નજીકના લોકોએ દારૂના વેપારીઓ પાસેથી 1 થી 4 કરોડ સુધીનું કમિશન લીધું છે. તે કમિશનના આધારે લાયસન્સ આપવામાં આવ્યા હતા અને મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. હાલમાં, મનીષ સિસોદિયા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે અને સતત પોતાને કટ્ટર પ્રમાણિક ગણાવી રહ્યા છે. પરંતુ સીબીઆઈ દાવો કરી રહી છે કે તેમની પાસે આ કેસમાં પૂરતા પુરાવા છે, ગઈકાલે 14 કલાકના દરોડામાં પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. સિસોદિયાનો ફોન અને લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યો છે, તેમના ઈમેલ ડેટાની પણ તપાસ ચાલી રહી છે.
આ મમલે સીબીઆઈનું શું કહેવું છે ? શું છે તેઓનો આરોપ ?