એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દિલ્હી દારૂ કૌભાંડમાં BRS MLC અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને સમન્સ પાઠવ્યા છે. EDએ કવિતાને આવતીકાલે એટલે કે 9 માર્ચે આ મામલે પૂછપરછ માટે બોલાવ્યા છે. EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને સમન્સ પાઠવ્યું છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને આવતીકાલે 9 માર્ચે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. હવે તે તિહાર જેલમાં બંધ છે.
આ પણ વાંચો : Delhi : લિકર કૌભાંડના તાર તેલંગાણા, ગોવા અને પંજાબ સુધી
હાલમાં રદ કરાયેલી દિલ્હી લિકર પોલિસીમાં કથિત અનિયમિતતા અને ભ્રષ્ટાચારના સંબંધમાં EDએ હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્રન પિલ્લઈની ધરપકડ કર્યાના એક દિવસ બાદ આ વાત આવી છે. પિલ્લઈ આ કેસમાં આરોપી છે અને તે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની કંપનીમાં કથિત રીતે ફ્રન્ટમેન તરીકે કામ કરતો હતો. EDએ આ કેસમાં કવિતાનું નામ તેની ચાર્જશીટમાં રાખ્યું હતું, અને તેમના પર લિકર કંપની ઈન્ડોસ્પિરિટ્સમાં 65 ટકા હિસ્સો હોવાનો આરોપ મૂક્યો હતો. તપાસ એજન્સી દ્વારા 11 ડિસેમ્બર, 2022 ના રોજ તેમના હૈદરાબાદના ઘરે તેમની પૂછપરછ કરવામાં આવી હતી.