દિલ્હી લિકર પોલિસી : આ કારણોથી આજે CBI સમક્ષ હાજર નહી થાય મનિષ સિસોદિયા
દિલ્હીમાં ડેપ્યુટી CM હાલ એક્સાઈઝ કૌભાંડ કેસમાં ઘણા સમયથી CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં CBIએ નોટિસ આપ્યા બાદ રવિવારે ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જો કે મનિષ સિસોદિયાએ પોતાની હાજરી માટે આગામી તારીખ આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તેઓ હજુ પણ બજેટની તૈયારીમાં વ્યસ્ત છે.
મનિષ સિસોદિયા દિલ્હીના એક્સાઇઝ કૌભાંડમાં પૂછપરછ માટે આજે CBI સમક્ષ હાજર નહીં થાય. તેમણે કહ્યું કે અત્યારે તેઓ બજેટની તૈયારીમાં વ્યસ્ત છે. સિસોદિયાએ આ અંગે CBIને જાણ કરી છે. આ સાથે CBIને જાણ કરવામાં આવી છે કે તેમને ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચમાં ગમે ત્યારે બોલાવવામાં આવે. આ વિનંતી પત્રમાં ડેપ્યુટી CM સિસોદિયાએ કહ્યું છે કે તેઓ આ મામલે પહેલાથી જ સહકાર આપી રહ્યા છે, તેઓ ભવિષ્યમાં પણ તમામ પ્રશ્નોના જવાબ આપશે અને સહકાર આપશે.
આ પણ વાંચો : CBI મારી ઓફિસ પહોંચી છે, તેમનું સ્વાગત છે’ – ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કર્યો દાવો
CBI સમક્ષ હાજર થવા નવી તારીખ માંગી
તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ કૌભાંડની તપાસ કરી રહેલ CBIએ શનિવારે જ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને નોટિસ આપી હતી. તેમને પૂછપરછમાં જોડાવા માટે રવિવારે સીબીઆઈ ઓફિસ આવવા માટે કહેવામાં આવ્યું હતું. મનિષ સિસોદિયાએ જણાવ્યું કે આ નોટિસ પર આજે તેમને CBI સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ બજેટની તૈયારીઓમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ CBI ઓફિસ જઈ શકતા નથી. સિસોદિયાએ કહ્યું કે તેણે CBIને વિનંતી કરી છે કે તે બજેટ પછી ગમે ત્યારે બોલાવી કરી શકે છે.
આ પણ વાંચો : મનીષ સિસોદિયાનો દાવો- EDએ મારા PAની ધરપકડ કરી, જાણો- શું કહ્યું ભાજપે ?
પહેલા પણ જવાબ આપ્યા છે, હવે પણ આપીશ
દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદિયાએ કહ્યું કે તેઓ CBI અને EDના તમામ પ્રશ્નોના જવાબ આપી ચૂક્યા છે. આ વખતે પણ તેમને કોઈ સમસ્યા નથી. કેસની તપાસમાં તેમના તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. પરંતુ તાત્કાલિક સમયે બજેટની સમસ્યા છે. દિલ્હીના નાણામંત્રી હોવાને કારણે તેઓ હાલમાં બજેટને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં કેન્દ્રને મંજૂરી માટે મોકલવામાં આવશે. તે જ સમયે, કેન્દ્રની મંજૂરી પછી, તેને દિલ્હી વિધાનસભામાં પસાર કરવામાં આવશે.