દિલ્હીના ઉપરાજ્યપાલે CM આતિશીના મોંફાટ વખાણ કર્યા, જૂઓ શું કહ્યું
નવી દિલ્હી, 22 નવેમ્બર : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકાર વચ્ચેની ખેંચતાણ જાણીતી છે. મોટાભાગે બંને સરકારી ફાઈલો અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને લઈને સામસામે રહે છે. પરંતુ શુક્રવારે એવો પ્રસંગ આવ્યો જ્યારે દિલ્હીના એલજીએ દિલ્હીના મુખ્યમંત્રીની હાજરીમાં તેમની પ્રશંસા કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી કરતા 1000 ગણા સારા
એલજી વીકે સક્સેના શુક્રવારે IGDTUW (ઇન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી ફોર વુમન)ના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી પણ હાજર રહ્યા હતા. એલજીએ પોતાના ભાષણમાં કહ્યું, ‘મને ખુશી છે કે આજે દિલ્હીના મુખ્યમંત્રી એક મહિલા છે.’
#WATCH | Delhi: At the 7th Convocation of Indira Gandhi Delhi Technical University for Women (IGDTUW), Delhi LG VK Saxena says, “I am very happy that the Chief Minister of Delhi is a woman. I can say with confidence that she is a thousand times better than her predecessor…” pic.twitter.com/4iTDNmYLwv
— ANI (@ANI) November 22, 2024
તેણે આગળ કહ્યું, ‘હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તે તેના પુરોગામી કરતાં હજાર ગણું સારા છે.’ દેખીતી રીતે એલજીની આ ટિપ્પણી દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ટોણો હતો.
તમારા પર ચાર જવાબદારીઓ છે
તેમના વક્તવ્યમાં વી.કે. સક્સેનાએ વિદ્યાર્થિનીઓને કહ્યું, ‘જેમ તમે આગળ વધો છો, તમારી પાસે ચાર માર્ગદર્શક સ્ટાર્સ છે. પ્રથમ તમારી તમારી જાત પ્રત્યેની જવાબદારી, બીજી તમારા માતા-પિતા અને પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી અને ત્રીજું સમાજ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તમારી જવાબદારી. તેણે કહ્યું, ચોથી જવાબદારી છે પોતાને એક મહિલા તરીકે સાબિત કરવાની કે જેણે લિંગ અવરોધ તોડીને તમામ ક્ષેત્રોમાં અન્ય લોકો સાથે કદમ મિલાવીને ઉભી રહી.’
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બરમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને જનતા પાસેથી ‘પ્રામાણિકતાનું પ્રમાણપત્ર’ માંગશે. કેજરીવાલે વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :- Video : કોંગ્રેસ અમારી સરકારનો ભાગ જ નથી, CM અબ્દુલ્લાનું મોટું નિવેદન