દિલ્હી કાંઝાવાલા કેસ : દિલ્હી પોલીસની થિયરી અને સીસીટીવી ફૂટેજ ટાઇમિંગમાં મોટો તફાવત, પરિવારે ઉઠાવ્યા સવાલ
અંજલિ અને નિધિ એક હોટલમાં પાર્ટી કરવા ગયા હતા. અંજલિ અને નિધિના નામે એક રૂમ બુક કરવામાં આવ્યો હતો અને હોટલના બુકિંગ માટે તેમના આધાર કાર્ડ પણ હોટલ સત્તાવાળાઓને આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : જાહેરમાં વિરોધ કરનાર સામે હવે ગુજરાત સરકારની લાલ આંખ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ થયું મંજૂર
દિલ્હી કાંઝાવાલા કેસ: દિલ્હીના સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં, 20 વર્ષીય અંજલિ 1 જાન્યુઆરીના વહેલી સવારે સ્કૂટી પર જઈ રહી હતી ત્યારે એક બલેનો કારે તેને ટક્કર મારી હતી. ત્યારપછી અંજલિનો પગ કારની એક્સેલમાં ફસાઈ ગયો, કાર અંજલિને લગભગ 13 કિલોમીટર સુધી ખેંચી ગઈ અને અંજલિનું દર્દનાક મોત થયું. આ સમગ્ર મામલે હવે એવું બહાર આવ્યું છે કે કારને ટ્રેક કરવા માટે પીસીઆર વાન અને નાઇટ પેટ્રોલિંગ યુનિટ સહિત ઓછામાં ઓછા 10 વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ 12 કલાક સુધી કારની ભાળ ન મેળવી શકી.
આ બધાની વચ્ચે દિલ્હી પોલીસ શરૂઆતથી જ બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ તેની થિયરી પણ સવાલોના ઘેરામાં છે. ત્યારે આ દરમિયાન અંજલિના મોતના મામલામાં કેટલાક એવા ખુલાસા થયા છે, જેના કારણે પોલીસની ભૂમિકા વધુ શંકાસ્પદ લાગી રહી છે.
પોલિસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગાઢ ધુમ્મસને કારણે કારને ટ્રેક કરવી ખૂબ જ મુશ્કેલ હતી. તપાસમાં જાણવા મળ્યું કે કાર અંજલીને સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી 12 કિલોમીટર સુધી ખેંચી ગઈ અને પોલીસને ચકમો આપવા માટે મુખ્ય માર્ગને બદલે સાંકડી ગલીઓ માંથી કાર પસાર થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાંઝાવાલા, હોશામ્બી બોર્ડર અને અમન વિહાર વિસ્તારમાંથી તૈનાત 3 પીસીઆર વાન સહિત 10 પોલીસ વાહનો બલેનો કારની શોધમાં રોકાયેલા હતા, પરંતુ ગાઢ ધુમ્મસને કારણે તેઓ આરોપીઓને પકડી શક્યા ન હતા.
પહેલો કોલ 2.30 વાગ્યે જ આવ્યો હતો
ખરેખર, 31મી ડિસેમ્બરની મોડી રાત્રે અંજલિની સ્કૂટીનો અકસ્માત થયો હતો. આ પછી અંજલિનો પગ કારમાં ફસાઈ ગયો. આરોપી અંજલિને 13 કિલોમીટર સુધી ઘસડી ગયા. જેના કારણે તેનું મોત થયું હતું. આ પછી તેઓ લાશને રસ્તા પર મૂકીને ભાગી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જાન્યુઆરીએ રાત્રે 2:30 વાગ્યે પીસીઆર દ્વારા પહેલો કોલ આવ્યો હતો. આ પછી બીજો કોલ 3.30 આવ્યો. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે મહિલાની લાશ કારની નીચે ફસાઈ ગઈ છે અને કાર ચાલક તેને ઘસડીને લઈ જઈ રહ્યા છે. પરંતુ ગાઢ ધુમ્મસના કારણે પસાર થતા લોકો વાહનનો નંબર પોલીસને આપી શક્યા ન હતા.
આ પછી, રોહિણી જિલ્લાના ચાર ACPની અધ્યક્ષતામાં ઘણી ટીમો બનાવવામાં આવી હતી, જેથી તેઓ કારને ટ્રેસ કરી શકે, તેમજ પીડિતાની સાથે આરોપીઓની ઓળખ કરી શકે. મામલાને ઉકેલવા માટે અમન વિહાર, પ્રેમ નગર, બેગમપુર અને પ્રશાંત વિહારની ટીમો તૈનાત કરવામાં આવી હતી. પોલીસ કાંઝાવાલા વિસ્તારમાં ઓટોમેટિક નંબર પ્લેટ રીડર લગાવેલા કેમેરાની મદદથી બલેનો કારને ટ્રેસ કરવામાં સફળ રહી હતી. આ પછી પોલીસ કારના માલિક પાસે પહોંચી.
આ પછી, રોહિણી જિલ્લાના ચાર ACPની અધ્યક્ષતામાં ઘણી ટીમો બનાવવામાં આવી હતી, જેથી તેઓ કારને ટ્રેસ કરી શકે, તેમજ પીડિતાની સાથે આરોપીઓની ઓળખ કરી શકે. મામલાને ઉકેલવા માટે અમન વિહાર, પ્રેમ નગર, બેગમપુર અને પ્રશાંત વિહારની ટીમો તૈનાત કરવામાં આવી હતી.
ત્યાંથી ત્રણ લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે પીસીઆર કોલ લઈને પોલીસ વાન પાછી આવી ત્યારે તેઓએ અકસ્માતગ્રસ્ત સ્કૂટી જોઈ અને વિસ્તારના એસએચઓને જાણ કરી.
અકસ્માતની 5 મિનિટ બાદ પીસીઆર વાન પસાર થઈ ગઈ હતી
આટલું જ નહીં, એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ઘટનાની 5 મિનિટની અંદર એક પીસીઆર વાન સુલતાનપુરી અને કાંઝાવાલાના એક જ રૂટ પરથી પસાર થઈ હતી. આ અંગે પોલીસનું કહેવું છે કે પીસીઆર વાન આ વિસ્તારમા ચાલી રહેલા વિવાદનું સમાધાન કરવા જઈ રહી હતી. ત્યાંથી ત્રણ લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે પીસીઆર કોલ લઈને પોલીસ વાન પાછી આવી ત્યારે તેઓને અકસ્માતગ્રસ્ત સ્કૂટી જોઈ અને વિસ્તારના એસએચઓને જાણ કરી.
The incident took place between 2:04am to 2:06am. The body was found at around 4:15am. The distance between the two points, where the incident took place and where the body was found is around 10-12 kms, but it is not possible to say how long was the body dragged: Special CP(L&O) pic.twitter.com/O1PZ615sVD
— ANI (@ANI) January 5, 2023
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળે કોઈ હાજર નહોતું. આવી સ્થિતિમાં પીસીઆરમાં હાજર પોલીસકર્મીઓને લાગ્યું કે પીડિતાને હોસ્પિટલ લઈ જવામાં આવી છે. આ પછી પોલીસે સ્કૂટીના માલિકને શોધી કાઢ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ સ્કૂટી અંજલિ સિંહની છે, જેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે વધુ એક સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે, જેમાં પીડિતા દારૂ પીતી અને ઝઘડો કરતી જોવા મળે છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આલ્કોહોલનું સેવન જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે વિસરા રિપોર્ટ પરથી જ ખબર પડશે કે અંજલિ નશામાં હતી કે નહીં.
પરિવારનો દાવો- ‘અંજલિએ ક્યારેય દારૂ પીધો નથી’
આ કેસની મુખ્ય સાક્ષી નિધિ કે જે અકસ્માત સમયે અંજલિની સાથે હતી તેણે દાવો કર્યો હતો કે અંજલિ રાત્રે નશાની હાલતમાં હતી અને સ્કૂટી ચલાવવાનો આગ્રહ કરતી હતી. બીજી તરફ અંજલિના પરિવારે આ દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે તેઓએ ક્યારેય અંજલિના કોઈ મિત્ર વિશે સાંભળ્યું જ નથી. અંજલિની માતા રેહા દેવીએ પત્રકારોને જણાવ્યું હતું કે અંજલિએ ક્યારેય દારૂ પીધો નથી અને ક્યારેય નશામાં ઘરે આવી નથી.
We are also conducting an internal inquiry into the delay in the Police PCR response. If there is any human error, disciplinary actions will be taken against the responsible: Special CP(L&O) Sagar Preet Hooda pic.twitter.com/MoQFeawM6v
— ANI (@ANI) January 5, 2023
‘નિધિ અને અંજલિ 15 દિવસથી એકબીજાને ઓળખે છે’
નિધિએ હવે પોલીસને જણાવ્યું છે કે 31મીની રાત્રે તેઓ પહેલીવાર સાથે બહાર ગયા હતા. નિધિએ કહ્યું કે, તે અંજલીને માત્ર 15 દિવસથી જ ઓળખતી હતી. અત્યાર સુધી જાણવા મળ્યું છે કે, અંજલિ અને નિધિ એક પાર્ટી માટે એક હોટલમાં ગયા હતા. અંજલિ અને નિધિના નામે એક રૂમ બુક કરવામાં આવ્યો હતો અને હોટલના બુકિંગ માટે તેમના આધાર કાર્ડ હોટલ સત્તાને આપવામાં આવ્યા હતા. તે હોટલની પાર્ટીમાં 7 લોકો સાથે વાત કરતી જોવા મળે છે, જેમની પોલીસે પૂછપરછ કરી છે.
અંજલિ કેસ બન્યો કોયડા જેવો જટિલ
- 1 જાન્યુઆરી – પોલીસને સુલતાનપુરીમાં અંજલિની લાશ મળી. પોલીસે અકસ્માતની કલમો હેઠળ ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
- 2 જાન્યુઆરી – અકસ્માતની થિયરી પર પ્રશ્નો ઉભા થયા. પોલીસે ઈરાદીત હત્યાની કલમ ઉમેરી.
- 3 જાન્યુઆરી- અકસ્માતની ઘટનામાં નવા વ્યક્તિનો પ્રવેશ. જે અંજલિની મિત્ર નિધિ હતી. નિધિએ જણાવ્યું કે અકસ્માત સમયે તે અંજલિની સાથે હતી. નિધિએ અંજલિને નશામાં હોવાની વાત કહી.
- 4 જાન્યુઆરી – પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દારૂનો કોઈ ઉલ્લેખ નથી. નિધિના ઘરે આવવાના સમય પર પ્રશ્નો ઉભા થયા હતા. અંજલિના પરિવારે નિધિના દાવાઓને ખોટા ગણાવ્યા હતા.
‘અંતિમવિધિ પછી નિધિ કેમ આવી સામે ?’
અજંલિની મિત્રને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. નિધિએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે પણ અકસ્માતમાં ઘાયલ થઈ હતી અને અંજલીને છોડીને ઘરેથી ભાગી ગઈ હતી. તેણે જણાવ્યું કે અકસ્માત બાદ તે ડરી ગઈ હતી અને તેથી જ તેણે અંજલિના પરિવારને કે પોલીસને જાણ કરી ન હતી. તે જ સમયે, અંજલિના પરિવારે હવે સવાલ ઉઠાવ્યો છે કે નિધિ તેમની પુત્રીના અંતિમ સંસ્કાર પછી જ કેમ આગળ આવી? અંજલિના મામાએ કહ્યું, “તે ડરતી હતી તો હવે કેમ નથી ડરતી? આ નિધિનું કાવતરું હતું.”
અંજલિને 40 ઈજા થઈ હતી
અંજલિને સુલતાનપુરીથી કાંઝાવાલા સુધી લગભગ 12 કિલોમીટર સુધી ઘસડીને લઈ જવામાં આવી હતી. તેના શરીર પર 40 ઇજાઓ થઈ હતી અને ઘણા સ્ક્રેચ અને ઘા થયા હતા. તેમજ તેનું બ્રેઈન મીટર પણ ગાયબ હતું. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર, અંજલિ આગળના ડાબા વ્હીલ પર ફસાઈ ગઈ હતી અને તેનું માથું કારના બૂટ તરફ હતું.
તપાસમાં પોલીસને બે સીસીટીવી ફુટેજ મળ્યા છે.જેમાં એક સીસીટીવીમાં તે શેરીમાં દોડતી જોવા મળે છે, જ્યારે બીજામાં તે ઘરે પહોંચતી જોવા મળે છે. નિધિના ઘરે પહોંચવાનો જે વીડિયો સામે આવ્યો છે, તે રાત્રે 1.36 વાગ્યાનો રેકોર્ડ છે. જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર અંજલિનો અકસ્માત 2 થી 2.30 વચ્ચે થયો હતો. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે અકસ્માત પહેલા તે ઘરે કેવી રીતે પહોંચી. જો કે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સીસીટીવી કેમેરાનો સમય 45 મિનિટ પાછળ છે. તે જ સમયે, જે ફૂટેજમાં તે શેરીમાં જોવા મળે છે તે 2.02 મિનિટનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને ફૂટેજના સમયને લઈને તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરશે
પોલીસે જણાવ્યું કે ઘટના સમયે અમિત નામનો યુવક કાર ચલાવી રહ્યો હતો, દીપક નહીં. તેમજ આ કેસમાં દિલ્હી પોલીસની 18 ટીમ કામ કરી રહી છે, અને ફોરેન્સિક રિપોર્ટ આવવાનો બાકી છે. સાથે વધુ માહિતી આપતા જણાવ્યુ છે કે આ પાંચ સિવાય આ કેસમાં વધુ 2 લોકોના નામોમાં આશુતોષ અને અંકુશ ખન્ના નામ છે. બીજી તરફ, જ્યારે નિધિના નિવેદનો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું કે તે અત્યારે તેના નિવેદન પર કંઈ નહીં કહે. પોલીસ ટૂંક સમયમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે.
#WATCH दिल्ली: सुल्तानपुरी केस के आरोपियों की घटना के बाद की सीसीटीवी फुटेज।#KanjhawalaDeathCase pic.twitter.com/POyYhOLyvt
— ANI_HindiNews (@AHindinews) January 5, 2023
અકસ્માત બાદ આરોપીએ શું કર્યું ?
વીડિયોમાં જોઈ શકાય છે કે બલેનો કાર 4:33 વાગ્યે આવે છે. મનોજ બલેનોની આગળની સીટ પરથી નીચે ઉતરે છે અને દીપક ડ્રાઇવિંગ સીટ પરથી નીચે ઉતરે છે. તે જ સમયે, બાકીના ત્રણ આરોપીઓ પાછળની સીટ પરથી નીચે ઉતરે છે. મળતી માહિતી મુજબ, આરોપીએ વાહનના માલિકને અકસ્માતની જાણ પહેલા જ કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજમાં તમામ આરોપીઓ બલેનો કારમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ, કાંઝાવાલામાં કારમાંથી મૃતદેહને હટાવ્યા બાદ તમામ આરોપીઓ રોહિણી સેક્ટર 1 પહોંચ્યા અને અહીં તેમણે કારના માલિક આશુતોષને વાહન પરત કર્યું.