દિલ્હી સુરક્ષિત છે ! એશિયાના 10 પ્રદૂષિત શહેરોમાં સમાવેશ નહીં, જાણો શું કહ્યું કેજરીવાલે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રદૂષણને લઈને નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે દાવો કર્યો હતો કે એશિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 8 ભારતના છે અને આ યાદીમાં દિલ્હીનું સ્થાન નથી. એક અહેવાલને ટાંકીને, તેમણે દાવો કર્યો કે થોડા વર્ષો પહેલા દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક માનવામાં આવતું હતું પરંતુ હવે નથી. તેમણે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.
રિપોર્ટથી ખુશ છું પણ, સંતુષ્ટ નથી, હજુ ઘણું કરવાનું છે
સીએમએ કહ્યું કે મારા ટ્વીટ પછી કેટલાક લોકો પૂછી રહ્યા છે કે આપણે પ્રદૂષણ સામેની લડાઈ જીતી લીધી છે, શું હું સંતુષ્ટ છું? જરાય નહિ. તે પ્રોત્સાહક છે કે આપણે હવે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર નથી. તે આપણને પ્રોત્સાહિત કરે છે કે આપણે સાચા માર્ગ પર છીએ. જો કે, અમે વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર બનવા માંગીએ છીએ. તે અમારું લક્ષ્ય છે. વધુમાં કેજરીવાલે કહ્યું કે, થોડા વર્ષો પહેલા ડેલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. હવે નથી! ડેલના લોકોએ સખત મહેનત કરી. આજે આપણે ઘણો સુધારો કર્યો છે. હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. અમે સખત મહેનત કરવાનું ચાલુ રાખીશું જેથી કરીને અમે વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન મેળવી શકીએ.
ભારતના 8 પ્રદૂષિત શહેરોની યાદી
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટર મારફત રજૂ કરેલા અહેવાલ અનુસાર દિલ્હી એશિયાના 10 પ્રદૂષિત શહેરોમાં સામેલ નથી. ત્યારે આ અંગેની યાદી જોઈએ તો તેમાં ભારતના ગુરુગ્રામ, ધરુહેરા, મુઝફ્ફરપુર, તાલકટર, આનંદપુર, દેવાસ, ખડકપારા, દર્શન નગરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : શેરબજાર માટે 2079 નો આગાઝ કેવો રહ્યો ? સેન્સેકસ – નિફટીની સ્થિતિ શું રહી ?