ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

સ્પાઈસ જેટના ચેરમેન અને MD અજય સિંહને દિલ્હી હાઇકોર્ટનું સમન્સ

Text To Speech

દિલ્હી હાઈકોર્ટે સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહને જાન્યુઆરી મહિનામાં કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. તેમને ત્રણ મહિનામાં બીજી વખત કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે. તેને ઓગસ્ટમાં પ્રારંભિક સમન્સ મળ્યા હતા અને હવે તેણે સુનાવણી માટે નક્કી કરેલી તારીખે કોર્ટમાં આવવું પડશે. જસ્ટિસ મનોજ કુમાર ઓહરીએ સોમવારે આપેલા આદેશમાં કહ્યું હતું કે અજય સિંહ (મેનેજિંગ ડિરેક્ટર)એ સુનાવણીની આગામી તારીખે હાજર રહેવું પડશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રાખી છે.

SpiceJet
SpiceJet

શું છે સમગ્ર મામલો ?

સ્પાઇસજેટના ભૂતપૂર્વ પ્રમોટર કલાનિતિ મારન અને વર્તમાન પ્રમોટર અજય સિંહ વચ્ચે 2015માં કરાર થયો હતો. આ કરાર હેઠળ, સન નેટવર્કના મારન અને તેમની રોકાણ શાખા કેએએલ એરવેઝે સ્પાઇસજેટમાં તેમનો 58.46% હિસ્સો સિંઘને ટ્રાન્સફર કર્યો હતો. કરાર બાદ, વોરંટ અને પ્રેફરન્સ શેર મારન અને કેએએલ એરવેઝને જારી કરવાના હતા, પરંતુ સ્પાયજેટ દ્વારા ક્યારેય જારી કરવામાં આવ્યા ન હતા. 2018 માં, આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે સ્પાઇસજેટના વર્તમાન પ્રમોટરને મારનને વ્યાજ સાથે રૂ. 579 કરોડ પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ હાઈકોર્ટે એરલાઈનને અંદાજે 243 કરોડ રૂપિયા વ્યાજ તરીકે જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

Back to top button