દિલ્હી હાઈકોર્ટે સોમવારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ને માનહાનિના દાવા સંદર્ભે નોટિસ પાઠવી હતી. ગુજરાત સ્થિત એક બિન-સરકારી સંસ્થા (NGO)એ યુનાઇટેડ કિંગડમ (UK)ના રાષ્ટ્રીય પ્રસારણકર્તા સામે તેની ડોક્યુમેન્ટરી “ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન” પર અરજી કરી છે. સરકારે 2002ના ગુજરાત રમખાણો પર આધારિત ડોક્યુમેન્ટરીને પ્રોપોગેંડા કહી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સરકારે જાન્યુઆરીમાં વિડિયો-શેરિંગ સર્વિસ યુટ્યુબને ફિલ્મની કોપી હટાવવા અને ટ્વિટરને તેનાથી સંબંધિત પોસ્ટ્સ દૂર કરવા માટે નિર્દેશો જાહેર કર્યા હતા. સરકારે જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ્રી ખોટી રીતે રજૂ કરી હતી અને સુપ્રીમ કોર્ટે મોદીને 2002 રમખાણ મામલે ક્લીન ચીટ આપી હતી. જોકે BBC પોતાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અંગે આજે પણ અડગ છે અને કહ્યું હતું કે ઉચ્ચ સંપાદકીય ધોરણો અનુસાર સખત રીતે સંશોધન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ અંગે કહી આ મોટી વાત !
એનજીઓએ અરજીમાં આરોપ લગાવ્યો છે કે ડોક્યુમેન્ટ્રીએ ભારતના લોકોને બદનામ કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડોક્યુમેન્ટરી બદનક્ષીભરી આરોપ લગાવે છે અને દેશ, ન્યાયતંત્રની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઊભા કરે છે. એનજીઓ તરફથી હાઈકોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે સમગ્ર સિસ્ટમ, બંધારણીય નેટવર્ક, જેમાં ભારતની ન્યાયિક વ્યવસ્થા સામેલ છે તે સિસ્ટમ, BBC દ્વારા બદનામ કરવામાં આવી છે. હાઇકોર્ટના જસ્ટિસ સચિન દત્તાએ મૌખિક રીતે જણાવ્યું હતું કે, તમામ અનુમતિપાત્ર પદ્ધતિઓ દ્વારા પ્રતિવાદીઓને નોટિસ જાહેર કરો. વધુમાં તેમણે કહ્યું કે આ મામલે આગામી સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી થશે.
આ પણ વાંચો : GSEB 2023 : HSC, SSC બોર્ડના પરિણામોને લઈ સૌથી મોટા સમાચાર !
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં ડોક્યુમેન્ટ્રી પરના વિવાદ વચ્ચે ભારતમાં BBC પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી જાહેર હિતની અરજી (PIL)ને સંપૂર્ણપણે ખોટી ધારણા તરીકે ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની ખંડપીઠે હિન્દુ સેનાના અરજદાર બીરેન્દ્ર કુમાર સિંહને જણાવ્યું હતું કે પીઆઈએલ બિલકુલ યોગ્ય નથી. આવકવેરા વિભાગે પણ ફેબ્રુઆરીમાં દિલ્હી અને મુંબઈમાં બીબીસીના કાર્યાલયોના સર્વેક્ષણ તરીકે વર્ણવ્યા હતા અને રાજકીય વિવાદને વેગ આપ્યો હતો. વિરોધ પક્ષોએ આ કાર્યવાહીની ટીકા કરી હતી અને તેને BBCના બે ભાગની ડોક્યુમેન્ટરીના પ્રસારણ સાથે જોડ્યું હતું.