સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક ‘The Satanic Verses’ પરથી દિલ્હી હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ


- અધિકારીઓ પ્રતિબંધ અંગે કોઈ નોટિફિકેશન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા: હાઇકોર્ટ
નવી દિલ્હી, 8 નવેમ્બર: દિલ્હી હાઈકોર્ટે આજે શુક્રવારે સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક ‘The Satanic Verses’ની આયાતના કેસની સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટે હવે આ પુસ્તકની આયાત પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોર્ટે કહ્યું છે કે, અધિકારીઓ પ્રતિબંધ અંગે કોઈ નોટિફિકેશન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેના પરથી એવું માની શકાય છે કે, પ્રતિબંધનો આદેશ અસ્તિત્વમાં જ નથી.
હકીકતમાં, રાજીવ ગાંધીએ 1988માં સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક ‘ધ સેટેનિક વર્સિસ’ની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ રેખા પલ્લી અને સૌરભ બેનરજીની ખંડપીઠે આ નિર્ણય 5 નવેમ્બરે સંભળાવ્યો હતો.
નોટિફિકેશન ગાયબ: હાઇકોર્ટ
કોર્ટના આદેશ અનુસાર, ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે, આયાત પ્રતિબંધનો આદેશ “યોગ્ય નહોતો, જેથી તેને રજૂ કરી શકાયો નહીં.” જેના પર કોર્ટે કહ્યું કે, તેમની પાસે એ માનવા સિવાય હવે કોઈ એવો વિકલ્પ નથી કે આવું કોઈ નોટિફિકેશન અસ્તિત્વ હતું.
‘સરકારી વેબસાઈટ પર પ્રતિબંધ અંગે કોઈ આદેશ મળ્યો નહીં’
અરજદાર સંદીપન ખાનના વકીલ ઉદ્યમ મુખરજીએ કહ્યું કે, ” પ્રતિબંધ 5 નવેમ્બરે હટાવી દેવામાં આવ્યો છે કારણ કે કોઈ નોટિફિકેશન નથી.” ખાનની અરજીમાં આગળ કહેવામાં આવ્યું કે, તેમણે પુસ્તકની દુકાનો પર એ કહેવામાં આવ્યા બાદ કોર્ટનો સંપર્ક કર્યો કે, નોવેલને ભારતમાં વેચી શકાતી નથી અથવા આયાત કરી શકાતી નથી અને પછી જ્યારે તેમણે શોધ કરી ત્યારે તેમને સરકારી વેબસાઇટ્સ પર આયાત પ્રતિબંધનો સત્તાવાર આદેશ મળ્યો નહીં.
દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણયને પલટાવ્યો
બેંચ પર સુનાવણી દરમિયાન જસ્ટિસ સૌરભ બેનરજી પણ સામેલ હતા. કોર્ટે ત્યાં સુધી કહ્યું કે, “સરકાર કોર્ટમાં પણ ઓર્ડર રજૂ કરવામાં અસમર્થ રહી છે. ઉપરોક્ત સંજોગોને ધ્યાનમાં રાખીને, અમારી પાસે એ માનવા સિવાય કોઈ વિકલપ નથી કે, આવું કોઈ નોટિફિકેશન અસ્તિત્વમાં જ નથી અને તેથી, અમે તેની કાયદેસરતાની તપાસ કરી શકતા નથી અને રિટ પિટિશનનો નિકાલ કરી શકતા નથી.”
આ પણ જૂઓ: શું લદ્દાખમાં પેટ્રોલિંગ દરમિયાન ફરી ભારત-ચીન વચ્ચે થઈ અથડામણ? સેનાએ કહ્યું સત્ય, જાણો