ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્મૃતિ ઈરાની અને તેની પુત્રીના રેસ્ટોરન્ટ વિવાદ પર દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણી, જાણો શું કહ્યું ?

Text To Speech

છેલ્લા કેટલાય દિવસોથી ગોવા રેસ્ટોરન્ટ અંગેના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રીના માલિકીના ચાલી રહેલા વિવાદમાં વધુ એક વળાંક આવ્યો છે. આ કેસની સુનાવણી ગત શુક્રવાર 29 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી જેનો વિગતવાર આદેશ હવે સામે આવ્યો છે. જેમાં દિલ્હી હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રી તે રેસ્ટોરન્ટના માલિક નથી. તેમજ તેણે ક્યારેય તે રેસ્ટોરન્ટના સંબંધમાં કોઈ લાયસન્સ માટે અરજી કરી ન હતી. જસ્ટિસ મિની પુષ્કર્ણાએ દિલ્હી હાઈકોર્ટમાં આ ટિપ્પણી કરી હતી.
કોંગ્રેસના નેતાઓને કેન્દ્રીય મંત્રીએ મોકલાવી રૂ.2 કરોડની માનહાનિની ​​નોટિસ
વધુમાં આ વિવાદમાં હાઇકોર્ટે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને નેટ્ટા ડિસોઝાને સમન્સ પાઠવ્યું છે અને તેઓને હાઇકોર્ટમાં બોલાવ્યા છે. આ સમન્સ સ્મૃતિ ઈરાની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર મોકલવામાં આવ્યું છે. ઈરાનીએ આ નેતાઓને 2 કરોડ રૂપિયાની માનહાનિની ​​નોટિસ મોકલી છે. શુક્રવારે સુનાવણી દરમિયાન, કોર્ટે આદેશ આપ્યો હતો કે કોંગ્રેસ નેતા પવન ખેરાએ સ્મૃતિ ઈરાનીની પુત્રી સાથે સંબંધિત ટ્વિટ તાત્કાલિક ડિલીટ કરી દેવી જોઈએ. મહત્વનું છે કે, હાઈકોર્ટે આ મામલામાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે ગોવાનું રેસ્ટોરન્ટ કે તે રેસ્ટોરન્ટની જમીન સ્મૃતિ ઈરાની કે તેની પુત્રીની નથી.
હાઇકોર્ટે સ્વીકાર્યું, સ્મૃતિ ઈરાનીની ઈમેજ ખરાબ કરવાનું કામ કરવામાં આવ્યું
કોર્ટે વધુમાં કહ્યું કે બચાવ પક્ષના લોકોએ એટલે કે ત્રણેય નેતાઓએ અને કેટલાક અન્ય લોકોએ ખોટી વાતો કહી છે. આ સાથે જ તેણે સ્મૃતિ ઈરાની અને તેની પુત્રી પર પણ અંગત પ્રહારો કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે સ્વીકાર્યું કે આવું કરીને સ્મૃતિ ઈરાનીની ઈમેજ ખરાબ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, વાસ્તવિક તથ્યો જાણ્યા વિના મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા જેના કારણે સ્મૃતિ ઈરાની અને તેમના પરિવારની છબીને નુકસાન થયું હતું.

Back to top button