ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી HCનો વૈભવકુમારને ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી

Text To Speech
  • સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનના મામલામાં વૈભવકુમારની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી

નવી દિલ્હી, 2 ઓગસ્ટ: દિલ્હી હાઈકોર્ટે આજે શુક્રવારે સીએમ અરવિંદ કેજરીવાલના પૂર્વ PA વૈભવકુમારને ઝટકો આપ્યો છે. ધરપકડને પડકારતી વૈભવકુમારની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનના મામલામાં વૈભવકુમારની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

 

અગાઉ આ કેસમાં શું થયું?

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્વાતિ માલીવાલના હુમલા કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે, જેમાં વૈભવકુમારે જામીન નકારવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે. SCએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેણીની શારીરિક સ્થિતિથી અવગત હોવા છતાં પણ વૈભવકુમારે તેની સાથે અસભ્ય વર્તન કર્યું.

મહત્ત્વપૂર્ણ છે કે, સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે 13 મેના રોજ સીએમ આવાસ પર ગઈ હતી ત્યારે વૈભવકુમારે તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને મારપીટ કરી હતી. બાદમાં સ્વાતિએ 15 મેના રોજ આ મામલે કેસ પણ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસે વૈભવકુમારની 18 મેના રોજ સીએમ આવાસમાંથી ધરપકડ કરી હતી. ત્યારથી વૈભવકુમાર જેલમાં છે.

આ પણ જૂઓ: ‘ઇલેક્ટોરલ બોન્ડ મામલામાં SIT તપાસની જરૂર નથી’, SCએ અરજી ફગાવી

Back to top button