દિલ્હી : પ્રદૂષણમાં ઘટાડો કર્યા પછી GRAP-4 ઓર્ડર પાછો ખેંચાયો, દિલ્હીમાં ડીઝલ વાહનો પરનો પ્રતિબંધ હટાવ્યો


એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ ઓછા પ્રદૂષણને કારણે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાંથી GRAP-4 ના પ્રતિબંધો રદ કર્યા છે. હવે GRAPના ત્રીજા તબક્કાના નિયંત્રણો અમલમાં રહેશે. નવા આદેશો રવિવારે જારી કરવામાં આવ્યા હતા. AQI સ્તર ‘ગંભીર’ શ્રેણીની બહાર ન જાય તેની ખાતરી કરવા માટે સમગ્ર NCRમાં તમામ સંબંધિત એજન્સીઓ દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવશે.

દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને કારણે, કેન્દ્રીય પેનલે 3 નવેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ફેઝ-4 લાગુ કર્યો હતો. જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં નોન-BS VI ડીઝલ-સંચાલિત લાઇટ મોટર વાહનોના ચલાવવા પરનો પ્રતિબંધ, રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રકના પ્રવેશ પરનો પ્રતિબંધનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

સરકારે આ આદેશો આપ્યા હતા
GRAPના ચોથા તબક્કા બાદ દિલ્હી સરકારે પ્રાથમિક સુધીની શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ સરકારી કચેરીઓમાં 50% કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા. હવે દિલ્હી સરકાર GRAP-3 લાગુ કરવા અને GRAP-4 હેઠળના આ નિયંત્રણોને દૂર કરવા અંગે નિર્ણય લેશે.

દિવાળી પછી પ્રદૂષણ વધ્યું
વાસ્તવમાં, દિવાળી પછી દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું. જે પછી GRAPના ત્રીજા તબક્કા હેઠળ સમગ્ર દિલ્હી-NCRમાં 9-પોઇન્ટનો એક્શન પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો. આ મુજબ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આવશ્યક પ્રોજેક્ટ સિવાય તમામ પ્રકારની બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ પણ વાંચો : મનસુખ માંડવિયાના કેજરીવાલ પર પ્રહાર, દિલ્હીવાસીઓને માસ્ક પહેરવાની અપીલ