ટોપ ન્યૂઝનેશનલ

જીવલેણ સાબિત થઇ રહ્યું છે દિલ્હીનું પૂર; 3 બાળકો વરસાદી પાણીમાં ડૂબતા મોત

Text To Speech

નવી દિલ્હી: દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લાના મુકુંદપુર વિસ્તારમાં પાણી ભરાવાને કારણે ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય બાળકો વરસાદ બાદ એકઠા થયેલા પાણીમાં નહાવા ગયા હતા ત્યારે ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બાળકોની ઉંમર 12થી 15 વર્ષની વચ્ચે હતી.

આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. મુકુંદપુરમાં એક ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું. જેમાં ત્રણેય બાળકો ન્હાવા ગયા હતા. ત્રણેય બાળકો પાણીમાં રમતા રમતા ડૂબી ગયા હતા. માહિતી મળતા જ એક પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચી ગયો અને પાણીમાં કૂદી પડ્યો પરંતુ ત્યાં સુધીમાં બાળકોનું મોત થઈ ગયું હતું.

દિલ્હીમાં પૂરની સ્થિતિ વણસી

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ પૂર્વ, મધ્ય દિલ્હી, પૂર્વ દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ચારેબાજુ પાણી દેખાય છે. એકંદરે દિલ્હીમાં પૂરની સ્થિતિ છે. પૂરના કારણે યમુના નદીના ડૂબી ગયેલા વિસ્તારોમાં રહેતા લાખો લોકોનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ વિસ્તારોના રસ્તાઓ પર પાણી આવી ગયા છે. પાણી ભરાવા અને ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ છે.

આ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા

બીજી તરફ ફિરોઝશાહ કોટલા કિલ્લો, લોધી ગાર્ડન, રાજ ઘાટ, જંતર મંતર, જૂનો કિલ્લો, લાલ કિલ્લો, જામા મસ્જિદ અને આઈટીઓ સહિત નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક જેવા લોકપ્રિય વિસ્તારોમાં જામનો નજારો જોવા મળી રહ્યો છે. ITOના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો-સરહદ પાર કરી આવેલી સીમા ખુશ, તો બાંગ્લાદેશથી આવેલી યુવતીને મળ્યો દગો

Back to top button