નેશનલ

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: કોર્ટે CBI કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 3 એપ્રિલ સુધી લંબાવી

Text To Speech

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી છે. હવે તે 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. મનીષ સિસોદિયા હાલમાં EDની કસ્ટડીમાં છે અને તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CBI કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થયા બાદ VC મારફત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં સીબીઆઈએ કહ્યું છે કે તપાસ હજુ પણ ચાલી રહી છે અને તે નિર્ણાયક તબક્કે છે.

મનીષે તેનો ફોન બદલી નાખ્યો

જોકે, 22 માર્ચ સુધી તે EDની કસ્ટડીમાં છે. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે મનીષ સિસોદિયાના 22 માર્ચ સુધી EDને રિમાન્ડ આપ્યા હતા. ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે જ્યારે લેફ્ટનન્ટ ગવર્નરે આ બાબતે ફરિયાદ કરી ત્યારે મનીષે તેનો ફોન બદલી નાખ્યો હતો, પરંતુ એજન્સીએ તેનો મોબાઇલ ડેટા પાછો મેળવી લીધો હતો. હવે એજન્સી તેના મોબાઈલ અને ઈમેલમાંથી કાઢવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કરી રહી છે અને મનીષને પ્રશ્નો પૂછવાના બાકી છે.

આ પણ વાંચો : વન રેન્ક વન પેન્શન પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય, પેન્શનરોને ત્રણ હપ્તામાં ચૂકવવાનો નિર્દેશ આપ્યો

Back to top button