કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી, ગરદન પકડીને ખેંચીને લઈ ગઈ પોલીસ
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાંકોર્ટે AAP નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે. આ સાથે જેલ સત્તાવાળાઓને અભ્યાસના હેતુ માટે ખુરશી અને ટેબલ પ્રદાન કરવાની તેમની વિનંતી પર વિચાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
મનીષ સિસોદિયાની કસ્ટડી 1 જૂન સુધી લંબાવી
મનીષ સિસોદિયાને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આજે તેની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થઈ ગઈ હતી, ત્યારબાદ તેને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, કોર્ટે આજે ફરી એકવાર તેની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે.
સિસોદિયાને ખેંચીને લઈ ગઈ પોલીસ
દારુ કૌભાંડના આરોપી દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને ફરીથી 1 જૂન સુધી તિહાર જેલમાં મોકલી દીધો છે.કોર્ટમાંથી બહાર નીકળતી વખતે, તેમણે દિલ્હી સરકાર પાસેથી ટ્રાન્સફર-પોસ્ટિંગ અધિકારો છીનવી લેવાના વટહુકમ પર મોદી સરકારની ટીકા કરી રહ્યા હતા.આ દરમિયાન પોલીસે તેમને મીડિયા સાથે વાત કરતા અટકાવ્યા હતા અને અધિકારીઓએ તેમને ઝડપથી બહાર કાઢ્યા હતા.
क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023
આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા સવાલ
આમ આદમી પાર્ટીએ તેને તેમના નેતા સાથે ગેરવર્તણૂક ગણાવી અને કાર્યવાહીની માંગ કરી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે શું પોલીસને ઉપરથી આવું કરવા માટે કહેવામાં આવ્યું હતું?
મનીષ સિસોદિયા અને અન્ય ત્રણ સામે સીબીઆઈની ચાર્જશીટ
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સિસોદિયાની ધરપકડ કરી છે. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.અગાઉ, દિલ્હીની અદાલતે મનીષ સિસોદિયા અને અન્ય ત્રણ સામે સીબીઆઈની પૂરક ચાર્જશીટ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ચાર્જશીટમાં સિસોદિયા ઉપરાંત અર્જુન પાંડે, બૂચી બાબુ ગોરંતલા અને અમનદીપ ધલનું નામ પણ છે. સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે તેને 27 મેના રોજ આદેશની જાહેરાત માટે સૂચિબદ્ધ કર્યો હતો.
આ પણ વાંચો : ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ62 હજારને પાર , અદાણી ગ્રુપના સ્ટોકમાં ઉછાળો