દિલ્હી ચૂંટણીઃ રમેશ બિધૂડીએ ફરી આપ્યું વિવાદીત નિવેદન, સીએમ આતિશીને લઈ કહી આ વાત


નવી દિલ્હી, તા. 15 જાન્યુઆરી, 2025: દિલ્હી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઘમાસાણ પણ વધી રહ્યા છે. ભાજપના ઉમેદવાર રમેશ બિધૂડી ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આતિશી દિલ્હીની શેરીઓમાં હરણની જેમ ફરતી હોય છે. તેમના આ નિવેદન પછી ચર્ચાઓ શરૂ થઈ છે.
રમેશ બિધુડીએ આજે કાલકાજી વિધાનસભાથી પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. ઉમેદવારી પત્ર ભર્યા બાદ ભાજપના ઉમેદવાર રમેશ બિધુડીએ કહ્યું, અહીં કોઈ લડાઈ નથી. અહીં સત્તા વિરોધી પ્રચંડ લહેર છે. લોકોએ આતિશીને વિદાય આપી છે. તેમના નામાંકન સમયે કાલકાજીના 50 લોકો પણ નહોતા. અમે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં છીએ. તેઓ અરવિંદ કેજરીવાલની જેમ જૂઠું બોલીને મુખ્યમંત્રી બનવા નથી આવ્યા.
ઉમેદવારી પત્ર ભર્યા બાદ કાલકાજીના ભાજપના ઉમેદવાર રમેશ બિધુડીએ કહ્યું કે, અહીં રોડ કનેક્ટિવિટી, પાણીના મુદ્દા, ગટર વ્યવસ્થા જેવા મુદ્દાઓ છે. ગોવિંદપુરી અને કાલકાજીના લોકો છેલ્લા ચાર વર્ષથી આપ-દાથી પરેશાન છે. અમે તે મુદ્દાઓ પર ધ્યાન આપીશું. અમે ચૂંટણી લડી રહ્યા છીએ જેથી લોકો તેમના અધિકારોનો આનંદ માણી શકે. આપણે દિલ્હીને ‘આપ-દા “થી મુક્ત કરાવી શકીએ છીએ.
#DelhiElection2025 | After filing nomination papers from Kalkaji assembly constituency, BJP candidate Ramesh Bidhuri says, “There is no fight here. There is a huge anti incumbency. People have bid farewell to Atishi. At the time of her nomination, there were not even 50 people… pic.twitter.com/n5ENOZUvQV
— ANI (@ANI) January 15, 2025
દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટીએ (AAP )બે બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. નરેલાના વર્તમાન ધારાસભ્ય શરદ ચૌહાણને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા દિનેશ ભારદ્વાજના નામની જાહેરાત કરવામાં આવી હતી. હરિનગરથી રાજકુમાર ઢિલ્લોનની ટિકિટ રદ કરવામાં આવી છે, જ્યારે સુરિન્દર સેત્યાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
AAP એ તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ વખતે AAP એ 20 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી હતી, જ્યારે ત્રણ ધારાસભ્યોને બદલે તેમના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી હતી. શરદ ચૌહાણ એ ધારાસભ્યોમાં સામેલ હતા જેમની ટિકિટ કાપવામાં આવી હતી, જેમને છેલ્લી ઘડીએ ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, અરવિંદ કેજરીવાલે અન્ય પક્ષોમાંથી આવેલા ઘણા નેતાઓને પણ તક આપી છે.
આ પણ વાંચોઃ Video: ભારત – અમેરિકાના સંબંધોને લઈ અમેરિકાના રાજદૂતે શું કહી મોટી વાત?