દિલ્હી ચૂંટણી પરિણામ 2025: શરુઆતી રુઝાનમાં આમ આદમી પાર્ટીએ ભાજપની બરાબરી કરી, અડધી સીટો પર કાંટાની ટક્કર
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/delhi-election-result-2025-2.jpg)
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી કાઉંટિંગ શરુ થઈ ગઈ છે. સ્ટ્રોંમગ્સ રુમની આજુબાજુ ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. કાઉંટિંગ 11 જિલ્લાના 19 કેન્દ્રો પર થઈ રહ્યું છે. દરેક કેન્દ્ર પર બે અર્ધસૈનિક દળની કંપનીઓ તૈનાત રહેશે. રાજધાનીમાં 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. કૂલ 60.54 ટકા વોટ પડ્યા હતા.
દિલ્હી ચૂંટણીમાં અડધી સીટોના શરુઆતી રુઝાન આવી ગયા છે. અહીં મુકાબલો રસપ્રદ થઈ રહ્યો છે. ભાજપ 22 સીટો પર આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી 19 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસે પણ 1 સીટો પર લીડ બનાવી છે.
ગ્રેટર કૈલાશથી સૌરભ ભારદ્વાજ આગળ ચાલી રહ્યા છે. ઓખલાથી અમાનતુલ્લાહ ખાન આગળ છે. સુલ્તાનપુર માઝરામાં મુકેશ અહલાવત આગળ છે. કરાવલ નગરથી કપિલ મિશ્રા આગળ છે. મોનીનગરથી ભાજપના હરીશ ખુરાના આગળ છે. રાજૌરી ગાર્ડનથી મનજિંદર સિંહ સિરસા આગળ છે.
દિલ્હી ચૂંટણી માટે પોસ્ટલ બેલેટની ગણતરીના શરૂઆતના તબક્કાઓમાં, નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ, જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા અને કાલકાજી બેઠક પરથી આતિશી માર્લેના બધા પાછળ છે. કપિલ મિશ્રા કરાવલ નગરથી આગળ છે, જ્યારે અવધ ઓઝા પટપડગંજથી પાછળ છે.
આ પણ વાંચો: નવી દિલ્હી/ AAP 11 બેઠકો પર આગળ, ભાજપ 26 સીટ પર આગળ