ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ભાજપે વાયદાઓનો પટારો ખોલ્યો, કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2025: ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર કર્યો છે. તેમાં યુવાનો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ધ્યાનમાં રાખતા કેટલીય મોટી જાહેરાતો કરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકુરે સંકલ્પ પત્રનું અનાવરણ કરતા કહ્યું કે, ભાજપની સરકાર બનશે તો જરુરિયાતમંદ માટે કેજીથી પીજી સુધી મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. તેમને ઓટો-ટેક્સી ડ્રાઈવર્સ અને ઘરોમાં મદદગાર તરીકે કામ કરનારા લોકોને વીમો આપવાની વાત પણ કહી છે.

કેજીથી પીજી સુધી મફત શિક્ષણ

અનુરાગ ઠાકુરે કહ્યું કે, દિલ્હીની સરકારી સંસ્થાઓમાં જરુરિયાતમંદ છાત્રોને કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 15 હજારની મદદ

દિલ્હીના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15 હજારની મદદ કરવામાં આવશે.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આપવામાં આવશે મદદ

અનુરાગ ઠાકુરે કહ્યું કે, આપદા સરકારે 5 વર્ષમાં ફક્ત 5 એસસી છાત્રોને છાત્રવૃતિ આપી, જ્યારે મોદી સરકારે 34.5 લાખ અનુસૂચિત છાત્રોને મદદ કરી. અનુસૂચિત જાતિના છાત્રો માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સ્ટાયપેન્ડ યોજનાની શરુઆત કરવામાં આવશે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને દર મહિને એક હજાર રુપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

ઓટો ટેક્સી ડ્રાઈવર્સ માટે મોટા વાયદા

અનુરાગ ઠાકુરે કહ્યું કે, આપદા સરકારે ઓટોવાળા માટે એક પણ યોજનાની જાહેરાત નથી કરી. તેમના માટે બોર્ડની જાહેરાત નથી કરી. ઓટો ટેક્સી ડ્રાઈવર્સ માટે ઓટો ટેક્સી વેલફેર બોર્ડ બનાવશે. તેના ગઠન બાદ 10 લાખ રુપિયા સુધીનો જીવન વીમો અને 5 લાખ રુપિયા દુર્ઘટના વીમો આપશે. ઓટો ડ્રાઈવર્સના બાળકોના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે.

લારીવાળાઓને પણ લોન મળશે

ભાજપ સાંસદે કહ્યું કે, દિલ્હીમાં 4 લાખ લારીવાળાઓને કોઈ પણ વસ્તુ ગિરવે મુક્યા વિના લોન આપવામાં આવશે.

આપના કૌભાંડો પર એસઆઈટી બનાવશે

અનુરાગ ઠાકુરે કહ્યું કે, ભાજપની સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટીના કૌભાંડની એસઆઈટી તપાસ કરાવીશું. તેમણે કહ્યું કે, ભાજપે છેલ્લા 10 વર્ષમાં દલાલોનો ખાતમો કરી દીધો છે અને ડીબીટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ લાગૂ કરી છે. ભાજપની સરકાર બનશે તો આમ આદમી પાર્ટીના કૌભાંડા પર એસઆઈટીની તપાસ કરાવીશું. ભાજપના ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરેન્સની નીતિ છે.

આ પણ વાંચો: હૈદરબાદમાં શરુ થયું અનોખું પોલીસ સ્ટેશન, ખાલી જમીન વિવાદ સાથે જોડાયેલા કેસો અહીં ટ્રાંસફર થશે

Back to top button