ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

AAP નેતા સીસોદીયાનો મોટો દાવો : CBI અને EDની રેડ વચ્ચે મને BJPએ કરી ઓફર

Text To Speech

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી મેસેજ મળ્યો છે. તેમણે એક ટ્વિટમાં દાવો કર્યો છે કે ભાજપે તેમને AAP તોડીને પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી હતી. ટ્વીટમાં સિસોદિયાએ દાવો કર્યો છે કે બીજેપીએ તેમને મોકલેલા મેસેજમાં કહ્યુ હતું કે જો તેઓ આમ કરશે તો CBI-EDના કેસ બંધ કરી દેવામાં આવશે.

મનીષ સિસોદિયાએ કર્યો મોટો દાવો 

આ વાતને લઈને મનીષ સીસોદીયાએ twitter પર પોસ્ટ પણ કરી છે તેમાં તેમને કહ્યું છે કે,” મારી પાસે BJP નો સંદેશો આવ્યો છે AAP તોડીને BJPમાં આવી જાવ CBI અને EDના તમામ કેસ બંધ કરાવી દઈશું.” તેના જવાબમાં હુ કહેવા માંગીશ કે”હું મહારાણા પ્રતાપનો વંશજ છું, રાજપૂત છું. માથું કપાવીશ પણ ભ્રષ્ટાચારી અને ષડયંત્રકારી સામે ઝૂકીશ નહીં.મારા પર લાગેલા કેસ ખોટા છે. જે કરવું હોય તે કરો.”

ગુજરાત પ્રવાસે નીકળતા પહેલા સિસોદિયાએ કર્યું ટ્વીટ 

આ દાવો સિસોદિયાએ ગુજરાત પ્રવાસે નીકળતા પહેલા કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ સાથે 2 દિવસના ગુજરાત પ્રવાસ માટે જઈ રહ્યો છું. ગુજરાતની જનતા કેજરીવાલને મોકો આપવા માંગે છે. BJP ગુજરાતમાં 27 વર્ષથી શિક્ષા, સ્વાસ્થ્ય અને મોંઘવારી સિવાય કોઈ પણ વસ્તુમાં ફેર ફરી કરી શકી નથી. હવે અમે કરી બતાવીશું. આ સાથે AAP એ એવું પણ કહ્યું કે મનીષ સીસોદીયાને CM બનાવની પણ ઓફર મળી હતી. પરંતુ AAP ના નેતા સૌરભ ભારદ્વાજ એ જણાવ્યું કે,” સીસોદીયા એ કહ્યું કે મારુ સપનું CM બનવાનું નથી દરેક છોકરાને સારું શિક્ષણ આપવાનું છે.”

Back to top button