દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી દીધી છે. મળતી માહિતી મુજબ હનુમાન જયંતિના એક દિવસ પહેલા બુધવારે દિલ્હીના જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Bandi Sanjay Arrest : SSC પેપર લીક કેસમાં તેલંગાણા બીજેપી અધ્યક્ષની ધરપકડ
દિલ્હી પોલીસે બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય જૂથને 6 એપ્રિલે હનુમાન જયંતિના અવસરે શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે VHP અને અન્ય જૂથે હનુમાન જયંતિ માટે સરઘસ કાઢવાની પરવાનગી માંગી હતી. દિલ્હી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા આયોજકોને હનુમાન જયંતિ પર સરઘસ કાઢવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
#WATCH | Delhi: Police conduct flag march in Jahangirpuri ahead of Hanuman Jayanti.
Delhi Police has denied permission to Vishwa Hindu Parishad & another group to undertake processions in the Jahangirpuri area of Delhi on the occasion of Hanuman Jayanti on April 6. pic.twitter.com/Y8ZYL3BR3y
— ANI (@ANI) April 5, 2023
ગયા વર્ષે 16 એપ્રિલે, હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે હનુમાન જયંતિ પહેલા જહાંગીરપુરી વિસ્તારમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ એપિસોડમાં દિલ્હી પોલીસે હનુમાન જયંતિના એક દિવસ પહેલા જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ કરી છે.