દિલ્હી કોર્ટે બ્રિજભૂષણ સિંહને સમન્સ પાઠવ્યું- 18 જુલાઈએ હાજર રહેવાનું કહ્યું
નવી દિલ્હી: બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહને દિલ્હી કોર્ટે સમન્સ પાઠવ્યું છે. બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણના મામલામાં કેસ ચાલી રહ્યો છે. તેના પર છ મહિલાઓએ આરોપ લગાવ્યા હતા. બ્રિજભૂષણ સિંહને 18 જૂલાઇએ કોર્ટ સામે રજૂ થવાનું છે. બ્રિજભૂષણ ઉપરાંત આસિસ્ટન્ટ સચિવ વિનોદ તોમરને પણ સમન મોકલવામાં આવ્યું છે.
પોક્સો કેસમાં મળી હતી રાહત
15 જૂને દિલ્હી પોલીસ એફઆઈઆરની તપાસ પછી બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ યૌન અપરાધના બાળકોના સંરક્ષણ (પોક્સો) અધિનિયમ હેઠળ નોંધાયેલ કેસને રદ્દ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમનું કહેવું હતુ કે આ મામલામાં કોઈ પુરાવા નથી, પોક્સો હેઠળ ન્યૂનત્તમ ત્રણ વર્ષ જેલની સજાની જોગવાઇ છે, જે આના પર નિર્ભર કરે છે કે કેવી રીતે અપરાધ થયું છે.
દિલ્હી કોર્ટે દાખલ કરી ચાર્જશીટ
દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતુ કે, પહેલવાનો તરફથી નોંધાયેલી એફઆઈઆરની તપાસ પછી બ્રિજભૂષણ શરણ સિંહે વિરૂદ્ધ આઈપીસીની કલમ 354, 354 એ, 354 ડી અને વિનોદ તોમર વિરૂદ્ધ આઈપીસીની કલમ 109, 354, 354 એ, 506 હેઠળ આરોપ પત્ર દાખલ કરી રહી છે. વિનોદ તોમર WFIના વર્તમાન અધ્યક્ષ છે. છ મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડન અને પીછો કરવાનો આરોપ લગાવ્યો હતો.
બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ દેશના ટોપ પહેલવાન ધરણા પર બેસ્યા છે. લગભગ એક મહિના સુધી બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જંતર-મંતર પર ન્યાયની માંગ કરે છે. રમત મંત્રાલયની દખલ પછી ખેલાડી મેટ પર પરત ફર્યા હતા. સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા પોતાની ટીમ સાથે ટ્રેનિંગ કરવા માટે કઝાકિસ્તાન ગયા છે.
આ પણ વાંચો- સિકંદરાબાદ જઇ રહેલી ફલકનુમા એક્સપ્રેસમાં અચાનક લાગી ગઇ આગ; ત્રણ ડબ્બા બળીને થયા ખાખ