નેશનલવિશેષ

રાહુલ ગાંધી બાદ બીજા કોંગ્રેસ નેતાને ચાર વર્ષની સજા, છત્તીસગઢ કોલસા કૌભાંડમાં દિલ્હી કોર્ટનો ફેંસલો

  • કોંગ્રેસ નેતા વિજય દરડાને ચાર વર્ષની સજા
  • દરડાના પુત્ર દેવેન્દ્રને પણ સજા
  • છત્તીસગઢ કોલસા કૌભાંડમાં દિલ્હી કોર્ટનો ફેંસલો

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના બીજા એક નેતાને ચાર વર્ષની સજા થઈ હોવાનું સામે આવ્યું છે.જેમાં કોલસા કૌભાંડમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને તેમના પુત્રને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જે અંગે મળતી માહિતી પ્રમાણે,છત્તીસગઢમાં કોલસા બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા સાથે જોડાયેલા એક કેસમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય દરડા અને તેમના પુત્ર દેવેન્દ્ર દરડા સહિત મેસર્સ જેએલડી યવતમાલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મનોજકુમાર જયસ્વાલને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે. દિલ્હીની કોર્ટે છત્તીસગઢ કોલસા કૌભાંડમાં ચુકાદો આપતાં તેમને સજાની જાહેરાત કરી છે. એટલું જ નહિ દિલ્હીની રાઉઝ એવન્ય કોર્ટે વિજય દરડા અને તેમના પુત્ર દેવેન્દ્રને 15 લાખનો દંડ પણ ફટકાર્યો છે.પૂર્વ કોલસા સચિવ એસસી ગુપ્તાને 3 વર્ષની સજાની સાથે 10 હજાર રુપિયાનો દંડ કરાયો છે.સાથે જ સીબીઆઈએ આ કેસમાં દોષીઓને વધારેમાં વધારે સજા આપવાની માંગ કરી હતી.

કોલસાના બ્લોકની ફાળવણીમાં ગેરરીતિઓ આચરાઈ હોવાના આરોપ

મહત્વનું છે કે,કેન્દ્રમાં મનમોહન સરકાર વખતે કોલસા કૌભાંડ ગાજ્યું હતું. જ્યાં કોલસા કૌભાંડ 2 લાખ કરોડનું હોવાનું જણાયું હતું. સાથે જ કોલસાના બ્લોકની ફાળવણીમાં મોટાપાયે ગેરરીતિઓ આચરાઈ હોવાના આરોપ થયા હતા. જેથી આ મામલે હવે કોંગ્રેસના નેતા અને તેમના પુત્રને સજા ફટકારવામાં આવી છે. જો કે, અગાઉ પણ જુલાઈ 2023ની શરુઆતમાં સ્પેશિયલ જસ્ટીસ સંજય બંસલે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 120 બી અને 420 હેઠળ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા.

છત્તીસગઢ કોલસા કૌભાંડ-humdekhengenews

આ પણ વાંચો : સુરતમાં યુવક નોકરી પૂરી કરી જતા સમયે કાળનો કોળિયો બન્યો, ટ્રકચાલક યુવકને કચડી થયો ફરાર

સીબીઆઈએ શું દલીલો કરી

સજાની માત્રા અંગેની દલીલ દરમિયાન સીબીઆઇએ વધુમાં વધુ સજાની માંગણી કરી દાવો કર્યો હતો કે,દરડા અને તેમના પુત્ર દેવેન્દ્રે સીબીઆઇના ભૂતપૂર્વ ડાયરેક્ટર રંજીત સિંહાને તેમના નિવાસસ્થાને મળીને તપાસને અટકાવવા માટે કહ્યું હતું.જેથી કોલસા કૌભાંડના કેસોની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા બદલ તેમની સામેના પ્રથમદર્શી આક્ષેપોમાં સિંહાની ભૂમિકાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એસઆઈટીની રચના કરી હતી.સીબીઆઇના વરિષ્ઠ સરકારી વકીલ એ પી સિંહે વધુમાં દાવો કર્યો હતો કે, આ કેસના એક સાક્ષીએ જણાવ્યું હતું કે, જયસવાલ દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી.જેમણે તેમની સામે રજૂઆત ન કરવા માટે તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો મામલો, સુંવાલી બીચ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Back to top button