ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયાને ફરી ઝટકો, જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવી

Text To Speech

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ફરી એક ઝટકો લાગ્યો છે. તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. જણાવી દઈએ કે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 23 મે સુધી વધારી દીધી છે.

15 દિવસની ન્યાયિક કસ્ટડી વધારવાની સાથે રાઉઝ એવન્યુ કોર્ટે EDને સિસોદિયાને ચાર્જશીટની ઈ-કોપી પ્રદાન કરવા કહ્યું છે. જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતાં મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ED દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ એંગલની પણ તપાસ કરી રહી છે. સૌથી પહેલા CBIએ સિસોદિયાની ધરપકડ કરી. પૂર્વ મુખ્યમંત્રી ગત 23 ફેબ્રુઆરીથી તિહાડ જેલમાં બંધ છે.

જાણો શું છે દિલ્હીનું દારૂ નીતિ કૌભાંડ?

2021-22 માટે દારૂના વેપારીઓને લાઇસન્સ આપવાની દિલ્હી સરકારની આબકારી નીતિએ કાર્ટેલાઇઝેશનને મંજૂરી આપી હતી. કેટલાક ડીલરોની તરફેણ કરી. જેમણે આ માટે કથિત રીતે લાંચ આપી હતી. આમ આદમી પાર્ટીએ આ આરોપને નકારી કાઢ્યો હતો. આ પછી પોલિસી રદ કરવામાં આવી હતી. આ પછી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસની ભલામણ કરી હતી. નવી દારૂ નીતિના અમલીકરણમાં કથિત અનિયમિતતા અંગે દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેના દ્વારા CBI તપાસની ભલામણ કરવામાં આવી હતી. આ પછી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 સ્કેનર હેઠળ આવી. સીબીઆઈએ આ કેસમાં 15 આરોપીઓ વિરુદ્ધ નવી દારૂની નીતિમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ક્ષતિઓ બદલ FIR નોંધી છે. ED અને CBIએ આ કેસની તપાસ શરૂ કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે CBI આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રી કવિતાની પણ દારૂની નીતિ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. નવી દારૂની નીતિ પાછળથી તેની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે રદ કરવામાં આવી હતી. હવે દિલ્હીમાં જૂની દારૂની નીતિ લાગુ થઈ ગઈ છે.

Back to top button