ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: કોંગ્રેસ 3 ફેબ્રુઆરીથી લોકસભા ચૂંટણીનો પ્રચાર શરુ કરશે

Text To Speech
  • દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે કોંગ્રેસ 3 ફેબ્રુઆરીએ લોકસભા ચૂંટણી માટે તેના પ્રચારની શરૂઆત કરવા જઈ રહી છે

દિલ્હી, 21 જાન્યુઆરી: દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ 21 જાન્યુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ 3 ફેબ્રુઆરીથી લોકસભા ચૂંટણી માટે તેના પ્રચારની શરૂઆત કરવા જઈ રહી છે’. લોકસભા ચૂંટણી પ્રચાર દિલ્હીની ગીતા કોલોનીના રામલીલા મેદાન ખાતેથી કરવામાં આવશે. રામલીલા મેદાન ખાતે કોંગ્રેસ દ્વારા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલીમાં અકવિંદર સિંહ લવલીના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીને દિલ્હીની તમામ સાત બેઠકો પરથી હરાવવાનું આહ્વાન કરવામાં આવશે.

 

તેમણે કહ્યું, ‘લોકશાહીનો પાયો ખોખલો કરવામાં આવી રહ્યો છે. AAP ગઠબંધનમાં ભાગીદાર છે, પરંતુ અમારે તમામ સાત બેઠકો માટે તૈયાર રહેવું પડશે. જો અમે સાતથી ઓછી બેઠકો પર ચૂંટણી લડીએ અને અમારા સહયોગી ભાગીદાર બાકીની બેઠકો પર ચૂંટણી લડે તો પણ અમારા સહયોગી જીતે તે સુનિશ્ચિત કરવાનું અમારું કામ છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અરુણાચલની મહિલાને મળ્યા, આપ્યું વચન

Back to top button