દિલ્હીના જંતર-મંતર પર દેશના ટોચના કુસ્તીબાજોનો દંગલ ચાલુ છે. બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો વિરોધનું નેતૃત્વ કરી રહ્યા છે. રેસલર્સે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે FIR નોંધવામાં આવી છે. શનિવારે સવારે પ્રિયંકા ગાંધી કુસ્તીબાજોના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા. ખેલાડીઓએ તેમની સમસ્યાઓ પ્રિયંકાને જણાવી. પ્રિયંકાએ લાંબા સમય સુધી તેમની સમસ્યાઓ સાંભળી.
આ પણ વાંચો : સુરત સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી
પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મને પીએમ પાસેથી કોઈ આશા નથી, કારણ કે જો તેમને આ કુસ્તીબાજોની ચિંતા છે તો તેમણે તેમની સાથે વાત કેમ ન કરી કે તેમને કેમ ન મળ્યા. શા માટે સરકાર બ્રિજભૂષણ શરણ સિંહને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જે FIR દાખલ કરવામાં આવી છે તેમાં શું છે તેની કોઈને જાણ નથી. તેઓ કેમ બતાવતા નથી ? જ્યારે આ કુસ્તીબાજો મેડલ જીતે છે ત્યારે આપણે બધા ટ્વીટ કરીએ છીએ અને ગર્વ અનુભવીએ છીએ પરંતુ આજે તેઓ રસ્તા પર બેઠા છે અને તેમને ન્યાય નથી મળી રહ્યો. આ તમામ મહિલા કુસ્તીબાજોએ આ સ્થાન સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસ વિભાગમાં 27 હજાર જગ્યા ખાલી હોવાનું સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ શનિવારે ફરી એકવાર પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે અમુક સામાન મંગાવ્યો હતો પરંતુ પોલીસે તેમને વિરોધ સ્થળ પર લાવવાની મંજૂરી આપી ન હતી. પુનિયાએ કહ્યું કે, સામાન લાવનાર વ્યક્તિને પોલીસ માર મારીને ભગાડી રહી છે. બજરંગે કહ્યું કે જંતર-મંતર ખાતે વિરોધ સ્થળ પર લાઇટો કાપી નાખવામાં આવી હતી અને ત્યાં પાણી પહોંચવા દેવામાં આવ્યું નથી. એક સગીર સહિત 7 મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ સામે યૌન શોષણની ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે કેસ નોંધ્યો ન હતો, કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.