CM કેજરીવાલે કહ્યું, ‘આજ એક ઔર લવ લેટર આયા હૈ’


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વીકે સક્સેના વચ્ચે વિવાદ ઓછો થઈ રહ્યો નથી. શુક્રવારે મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે જેટલું એલજી સાહેબ મને ધમકાવે છે તેટલુ તો મારી પત્ની પણ મને ધમકાવતી નથી અને જેટલા લવ લેટર તેમણે છેલ્લા 6 મહિનામાં લખ્યા છે એટલા તો તેમની પત્નીએ પણ જીવન દરમિયાન દરમિયાન લખ્યા નથી. આજે ફરી સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે આજે ફરી લવ લેટર આવ્યો છે.
आज एक और लव लेटर आया है…
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 8, 2022
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે આજે વધુ એક લવ લેટર આવ્યો છે. આજે સીએમ કેજરીવાલને એલજી વીકે સક્સેના તરફથી છ પાનાનો પત્ર મોકલવામાં આવ્યો છે.
સીએમ કેજરીવાલે વધુ એક ટ્વીટ કરી લખ્યું, ભાજપ એલજી દ્વારા દિલ્હીના લોકોનું જીવન તબાહ કરવામાં લાગી ગયા છે. દરરોજ આ લોકો કોઈને કોઈ વાતને મુદ્દે વિવાદ ઉભો કરી દે છે. હુ દિલ્હીવાસીઓને વિશ્વાસ અપાવુ છુ જ્યાં સુધી તમારો આ પુત્ર જીવતો છે, ચિંતા ના કરતા. તમારો વાળ પણ વાંકો થવા દઈશ નહીં.
बीजेपी LG के ज़रिए दिल्ली के लोगों की ज़िंदगी तबाह करने पर तुली है। रोज़ ये लोग किसी ना किसी बात को लेकर बखेड़ा कर देते हैं।
मैं दिल्लीवासियों को भरोसा दिलाता हूँ- जब तक आपका ये बेटा ज़िंदा है, चिंता मत करना। आपका बाल भी बांका नहीं करने दूँगा। https://t.co/4l5zyLc2v9
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 8, 2022