દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તેના વિકાસ માટે કેન્દ્રીય બજેટમાં નાણાકીય સહાય આપવા પર સરકારને પ્રશ્ન કર્યો હતો.
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, શું આપણા દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને દિલ્હીના ફંડમાં કાપ મૂકીને તાલિબાનને ફંડ આપવું યોગ્ય છે? લોકો તેનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. આ કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાન માટે 25 મિલિયન ડોલર એટલે કે 200 કરોડ રૂપિયાના વિકાસ સહાય પેકેજની દરખાસ્તની જાહેરાત કરી છે.
अपने देश में शिक्षा, स्वास्थ्य और दिल्ली का फंड काट कर तालिबान को फंड देना क्या सही है? लोग इसका सख़्त विरोध कर रहे हैं। https://t.co/9vBPyUNNKz
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 4, 2023
શું છે મામલો?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અફઘાનિસ્તાનના વિકાસ માટે 200 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે બીજી વખત આર્થિક મદદ કરી છે. ગત બજેટમાં પણ મદદની જાહેરાત કરવામાં આવી હતી.
તાલિબાને શું કહ્યું?
તાલિબાનની વાટાઘાટ ટીમના સભ્ય સુહેલ શાહીને કહ્યું કે, અમે ભારતની આર્થિક મદદની પ્રશંસા કરીએ છીએ. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં અને વિશ્વાસ વધારવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ માટે ફંડિંગ કરી રહ્યું છે. જો ભારત આવું જ ચાલુ રાખશે તો બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે.
તમને જણાવી દઈએ કે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે બજેટમાં દિલ્હીની જનતા સાથે ફરી એકવાર સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે લોકોએ 1.75 લાખ કરોડથી વધુ આવકવેરો ભર્યો હતો. તેમાંથી માત્ર 325 કરોડ રૂપિયા દિલ્હીના વિકાસ માટે આપવામાં આવ્યા હતા.