ગુજરાતટોપ ન્યૂઝ

હવે કેજરીવાલે ગાયના મુદ્દે આપી ગેરન્ટી, જાણો શું કહ્યું ?

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ વચનો અને ગેરન્ટી આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ગાય મુદ્દે ગેરન્ટી આપી હતી. કેજરીવાલે દરેક ગાયના નિભાવ માટે દરરોજના 40 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો.

રાજકોટમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માંને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિધાનસભા 71 ગ્રામ્યના કાર્યકરો અને શહેરના આગેવાનો કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા.વિધાનસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે. અરવિંદ કેજરીવાલે આજે વધુ એક ગેરંટી આપી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું આજે બે મુદ્દા ઉપર વાત કરીશ. ગુજરાતમાં ગાયને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેક લોકોએ અત્યાર સુધીમાં મને ફરિયાદો કરી છે. ગુજરાત આમ પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ દરરોજના 40 રૂપિયા આપીશ. દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવીશું. તેમજ તેમની રક્ષા કરવા માટે પણ તમામ યોજના અમલમાં મુકીશું.

આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો કે, ગુજરાતના લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે પંજાબ સરકારે ટૂંક સમયમાં ગાયો માટે અનેક મહત્વના નિર્ણયો વિશે વાત કરી હતી અને તે વચનો પૂર્ણ કર્યા છે.

Back to top button