ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી

Text To Speech

ગુજરાત ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે સુરતમાં સુરતમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી ગઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે તેના પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા. આ દરમિયાન સુરતના રોડ શો પથ્થરમારો થયો હતો. જંગી મેદની વચ્ચે પથ્થરો ઉડતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદ સુરતના કતારગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મનપાના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો:જીગ્નેશ મેવાણીએ કહ્યું, ‘રાજ્યમાં કોંગ્રેસની સાઈલેન્ટ લહેર, ચૂંટણી પરિણામો બધાને આશ્ચર્યચકિત કરશે’

નોંધનીય છે કે આ ઘર્ષણ પહેલા આમ આદમી પાર્ટીના રોડ શોમાં પથ્થર મારો પણ થયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ચૂંટણી પ્રચારની રેલીમાં જતા આપના કાર્યકરોએ ડિવાઈડર તોડી નાખતા આપ અને મનપાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. જે બાદ આપના નેતાઓ આક્રોશમાં આવી ગયા હતા અને તોડફોડ મચાવી દીધી હોવાની પણ માહિતી મળી રહી છે.

Back to top button