ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

દિલ્હી કેપિટલે બતાવ્યો બહારનો રસ્તો તો BCCIએ કર્યો પૈસાનો વરસાદ

અજીત અગરકરને નવા મુખ્ય પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.અજીત અગરકરએ ચેતન શર્માના સ્થાને આ જવાબદારી સંભાળશે.

ચેતન શર્માએ આપ્યું હતું રાજીનામું

ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જે બાદ આ પોસ્ટ ખાલી પડી હતી. હવે અજીત અગરકરને આ જવાબદારી સોંપવામાં આવી છે.

થોડા દિવસ પહેલા અજીત અગરકરએ દિલ્હી કેપિટલમાંથી આપ્યું હતું રાજીનામું

દિલ્હી કેપિટલએ બે આસિસ્ટન્ટ કોચનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો.તેમાં અજીત અગરકર અને શેન વોટસનનું નામ પણ સામેલ હતું.આ ચેતન શર્માના વિવાદ બાદ BCCI દ્વારા મુખ્ય પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 ટીમની નથી થઇ જાહેરાત

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 12 જુલાઈથી સિરીઝ શરૂ થઇ રહી છે. ત્યારે હજી સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં હવે તેમના નેતૃત્વમાં પસંદગી સમિતિ ટી20 શ્રેણી માટે ટીમની પસંદગી કરશે.

BCCIએ આપ્યા 3 કરોડ રૂપિયા

ચેતન શર્મા બાદ હવે અજીત અગરકર ની મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અજીત અગરકરએ અગાઉ પણ મુખ્ય પસંદગીકાર બનવાની રેસમાં હતા, પરંતુ તેમને બે બાબતો પર વાંધો હતો. બીસીસીઆઈએ તેમની વાત સ્વીકારી લીધી છે. હવે ચીફ સિલેક્ટરના પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે તેમને એક કરોડના બદલે વાર્ષિક 3 કરોડ રૂપિયા મળશે.

અજીત અગરકરની મુખ્ય પસંદગીકાર માટે બે બાબતો પર હતો વાંધો

  • 1.મુખ્ય પસંદગીકારનો પગાર ઓછો હતો
  • 2.પસંદગીકાર સાથે અન્ય કોઈ વ્યાવસાયિક કામ કરી શકતા નથી. તેને કોમેન્ટ્રી અને કોચિંગમાંથી વધુ રકમ મળતી હતી

અજીત અગરકર રહી ચુક્યા છે મુંબઈના મુખ્ય પસંદગીકાર

અજીત અગરકર મુંબઈના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેની પાસે અનુભવ પણ છે. સાથે જ BCCI પણ યુવા ચહેરાની શોધમાં હતી. તેનું ટી20 રમવું પણ પ્લસ પોઈન્ટ સાબિત થયું.

પ્રથમ જવાબદારી ટી20 ટીમ પસંદ કરવાની છે

અજીત અગરકરે મુખ્ય પસંદગીકાર બનતાની સાથે જ તૈયારીઓ શરૂ કરવી પડશે. બુધવારે પસંદગી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં અગરકરની સાથે શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, શ્રીધરન શરથ અને સલિલ અંકોલાનો સમાવેશ થશે. તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની T20 શ્રેણી માટે ટીમને અંતિમ સ્વરૂપ આપી શકે છે. પસંદગીકારો સામે સૌથી મોટો સવાલ વિરાટ કોહલી અને રોહિત શર્માને ટી-20 ટીમમાં સ્થાન આપવાનો છે. જોકે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં યુવા ટીમને તક આપવામાં આવી શકે છે.

અજીત અગરકરને છે બહોળો અનુભવ

અજીત અગરકરએ 2007ના T20 વિજય ટીમમાં સામેલ હતો.અને અજીત અગરકરએ 1998માં ડેબ્યુ કર્યું હતું.અને તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ માં પણ કોચ તરીકે નો અનુભવ છે. તેમજ મુંબઈમાં રણજી ટીમનો નિયમિત સભ્ય હતો.અને આ દરમ્યાન તેને 2013-2014 વિજય અપાવ્યો હતો. તેને 26 ટેસ્ટ, 191 વનડે, અને 4 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 26 ટેસ્ટમાં 58 વિકેટ, 191 વનડેમાં 288 વિકેટ, 4 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 3 વિકેટ ઉપરાંત 42 IPL મેચમાં 29 વિકેટ લીધી છે તેને ટેસ્ટમાં એક વાર 5 વિકેટ એક વાર અને વનડેમાં 2 વખત 5 વિકેટ લીધી છે.

આ પણ વાંચો : World Cup 2023 : ભારત અને પાકિસ્તાન મેચના 3 મહિના પહેલા લીક થયો ફિક્સિંગ પ્લાન!

Back to top button