ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ભાજપ જીતી તો મુખ્યમંત્રી કોણ હશે? આ 5 નામો પર થઈ રહી છે જોરદાર ચર્ચા

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના શરુઆતી વલણો સામે આવવા લાગ્યા છે. મતગણતરીની શરુઆત સાથે જ ભારતીય જનતા પાર્ટી મોટા ભાગની સીટો પર આગળ ચાલી રહી છે. ત્યારે આવા સમયે ભાજપ દિલ્હીમાં વાપસી કરશે તો 1998 બાદ પહેલી વાર રાજધાનીમાં ભાજપની સરકાર બનશે. હવે સવાલ એ થાય છે કે જો ભાજપ જીતી જાય તો દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે? તેના જવાબમાં પાંચ નામો સામે આવી રહ્યા છે.

પ્રવેશ વર્મા

નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલને ટક્કર આપનારા પ્રવેશ વર્મા પણ શરુઆતી વલણમાં આગળ ચાલી રહ્યા હતા. ત્યારે આવા સમયે પ્રવેશ વર્મા કેજરીવાલને હરાવામાં સફળ થઈ જાય તો તેઓ સીએમ પદ માટે એક મજબૂત દાવેદાર ચહેરો છે. કેજરીવાલને હરાવાના બદલામાં ભાજપ તેમને સીએમ પદ પર બેસાડીને ગિફ્ટ આપી શકે છે.

વીરેન્દ્ર સચદેવા

દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાનું નામ પણ સીએમ પદની રેસમાં સામેલ છે. વીરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં પણ ભાજપે દિલ્હીની ચૂંટણી લડી છે. ત્યારે આવા સમયે દિલ્હીમાં ભાજપ જીતશે તો તેમાં વીરેન્દ્ર સચદેવાનું મોટું યોગદાન હશે. સ્વાભાવિક છે કે, પાર્ટીના હાઈકમાન્ડ તેમને આખી દિલ્હીની કમાન સોંપી શકે છે.

સ્મૃતિ ઈરાની

ભાજપના પૂર્વ સાંસદ અને સ્ટાર પ્રચારક રહેલા સ્મૃતિ ઈરાની પણ દિલ્હીમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી હોઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં અમેઠીની સીટ હાર્યા બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા સ્મૃતિ ઈરાની પાસે હાલમાં કોઈ મોટું પદ નથી. ત્યારે આવા સમયે સ્મૃતિ ઈરાનીને દિલ્હીની કમાન મળે તેવું અનુમાન છે.

મનજિંદર સિંહ સિરસા

રાજૌરી ગાર્ડનથી ભાજપના ઉમે્દવાર રહેલા મનજિંદર સિંહ સિરસાનું નામ પણ સીએમ પદની યાદીમાં સામેલ છે. દિલ્હીથી લઈને પંજાબ સુધી મનજિંદર સિંહ સિરસાની બોલબાલા છે. ત્યારે આવા સમયે સિરસાને સીએમ બનાવીને ભાજપ ન ફક્ત દિલ્હી પણ પંજાબના રાજકારણમાં પણ એન્ટ્રી મારી શકે છે.

દુષ્યંત ગૌતમ

દિલ્હીની કરોલ બાગ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા દુષ્યંત ગૌતમ પણ સીએમ પદની રેસમાં છે. કરોલ બાગને જ્યાં દિલ્હીની હોટ સીટ ગણવામાં આવે છે, તો વળી દુષ્યંત ગૌતમ દલિત ઉમેદવાર છે. ત્યારે આવા સમયે સીએમ બનાવીને ભાજપ દલિતોને પોતાના પક્ષમાં કરવાની રણનીતિ અપનાવી શકે છે.

આ પણ વાંચો: રાજધાની દિલ્હીમાં 27 વર્ષ બાદ ભગવો લહેરાશે, ભાજપની મહેનત રંગ લાવી

Back to top button