ચીનની કાળી કરતુત, દિલ્હી AIIMSના સર્વર પર કર્યો હતો સાઈબર હુમલો
દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના પર ચાઈનીઝ હેકર્સે સાઈબર દ્વારા હુમલો કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે સાઈબર એટેકનો પ્રયાસ ચીનમાંથી જ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે AIIMSના 100 સર્વર (40 ફિઝિકલ અને 60 વર્ચ્યુઅલ)માંથી 5 ફિઝિકલ સર્વર હેક કરવામાં આવ્યા હતા. જો કે, હવે તે સર્વરન નિયંત્રણમાં લાવવામાં આવ્યા છે. આ તમામનો ડેટા પણ સફળતાપૂર્વક પાછો મેળવી લેવામાં આવ્યો છે.
AIIMS પર સાયબર હુમલો
તમને જણાવી દઈએ કે 23 નવેમ્બરે AIIMSનું સર્વર લગભગ 11-12 કલાક સુધી ડાઉન રહ્યું હતું, ત્યારબાદ AIIMSના સુરક્ષા અધિકારીની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો. મોટી વાત એ છે કે AIIMS દિલ્હીના સર્વર પર દેશની તમામ મોટી અને પ્રખ્યાત હસ્તીઓના મેડિકલ રેકોર્ડ અને અન્ય માહિતી છે. જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને અન્ય ઘણા મંત્રીઓના ડેટા સામેલ છે. આવી સ્થિતિમાં, સર્વર પર હાજર માહિતીને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. આથી જ્યારે હેકિંગની સંભાવના સામે આવી, ત્યારે તરત જ સાયબર સેલને જાણ કરવામાં આવી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો: તવાંગ અથડામણ મામલે વિપક્ષે સરકારને ઘેરી, મલ્લિકાર્જુન ખડગેને બીજેપી સાંસદે આપ્યો વળતો જવાબ
હેકિંગ કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ એક્શનમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંબંધમાં MHAમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. આમાં IBના વરિષ્ઠ અધિકારીઓ, AIIMS વહીવટ સાથે સંકળાયેલા અધિકારીઓ, NIC અધિકારીઓ, NIAના વરિષ્ઠ અધિકારીઓ, દિલ્હી પોલીસ અને MHAના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ વચ્ચે પરામર્શ યોજાઈ હતી.
25 નવેમ્બરે દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) યુનિટ દ્વારા ખંડણી અને સાયબર આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેની સમગ્ર તપાસ બાદ આ હરકત ચીની હૈકર્સની હોવાનું સામે આવ્યુ છે. જે અંગે ગૃહમંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે.