ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ યથાવત, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઈનકાર

Text To Speech

સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 1 જાન્યુઆરી, 2023 સુધી ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ યુ યુ લલિત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે તાકીદે સુનાવણીની માંગ કરતા એડવોકેટને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

firecracker-ban
firecracker-ban

ખંડપીઠે કહ્યું, “હાઈકોર્ટને નિર્ણય લેવા દો, અમે તેમાં પડશું નહીં. આ મામલાની ઝડપી સુનાવણીની માંગ કરનાર એડવોકેટે બેંચ સમક્ષ રજૂઆત કરી હતી કે હાઈકોર્ટે માની લીધું છે કે આ મામલો સર્વોચ્ચ અદાલત સમક્ષ પડતર છે અને તે 18 ઓક્ટોબર માટે સૂચિબદ્ધ છે. દિલ્હી હાઈકોર્ટે અગાઉ ગ્રીન ક્રેકર વેપારીઓની અરજીની સુનાવણી 1 જાન્યુઆરી સુધી મુલતવી રાખી હતી. વ્યાપક પ્રતિબંધની કોઈ જોગવાઈ નથી.

firecracker-ban
firecracker-ban

સર્વોચ્ચ અદાલતે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણને રોકવા માટે તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા દિલ્હી સરકારના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે વાયુ પ્રદૂષણ વધારવા માંગતી નથી. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં હોય. ફક્ત તે જ ફટાકડા પર પ્રતિબંધ રહેશે જેમાં ‘બેરિયમ સોલ્ટ’નો જથ્થો હશે.

આ પણ વાંચો : યુક્રેન નાટોમાં જોડાશે તો થશે ત્રીજું વિશ્વ યુદ્ધ, રશિયાની ખુલ્લી ચેતવણીને કારણે આખી દુનિયામાં ખળભળાટ!

Back to top button