ચીન જતી ઈરાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી હંગામો, ભારત એરફોર્સે વિમાનને ઘેર્યું
ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી આ ફ્લાઈટ પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા હતા.
જયપુરમાં લેન્ડિંગ સૂચનનો અસ્વીકાર
દિલ્હી એટીસીના સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઈરાનથી ચીનના ગ્વાંગઝૂ જઈ રહ્યું હતું. બોમ્બની માહિતી પર મહાન એરએ દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર જવાનું સૂચન કર્યું હતું પરંતુ એરક્રાફ્ટના પાઇલટે ઇનકાર કર્યો હતો અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું. જો કે, વિમાન ચીન તરફ આગળ જઈ રહ્યું છે.
આકાશમાં જ ઘેરી લેવામાં આવ્યું
નવી દિલ્હી એરપોર્ટ પરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહી એક આંતરરાષ્ટ્રી ફ્લાઈટને ભારતીય તંત્ર દ્વારા લેન્ડ કરવા દેવાય નથી. ઈરાનથી ચીન જતી આ ફ્લાઈટમાં બોમ્બ મળ્યો હોવાની માહિતી મળતા જ ભારતીય એવિએશન ડિપાર્ટમેન્ટ એલર્ટ થઈ ગયું હતું અને આ મામલે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી. જેથી તરત જ ઈન્ડિયન એરફોસ્ એક્શનમાં આવ્યું હતું. વિમાનને ભારતીય આકાશમાં જ ઘેરી લેવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. હવામાં દિલધડક ઓપરેશન ચાલી રહ્યું છે. ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું ન હતું. ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝની ઉડાન પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા હતા.
ચીન તરફના માર્ગ પર ચાંપતી નજર
કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી એરબેઝ પર ઉતરાણ કરવા માટે એરક્રાફ્ટ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ પરવાનગી નકારી હતી. આ પછી તેની પાછળ બે સુખોઈ વિમાન તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં પ્લેનમાં કોઈપણ પ્રકારનો બોમ્બ ન મળતા તેને ચીન તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ ચીન તરફના માર્ગ પર ચાંપતી નજર રાખી રહી છે અને ભારતીય વાયુસેનાએ એર સ્ટેશન અને ઉડ્ડયન એકમોને એલર્ટ પર રાખ્યા છે. ભારતીય એજન્સીઓ દ્વારા હજુ પણ વિમાનની નજીકથી નજર રાખવામાં આવી રહી છે. વિમાનમાંથી જ જાણ કરવામાં આવી હતી કે ફ્લાઈટમાં બોમ્બ છે. તેહરાનથી ચીનની આ ફ્લાઈટ તે સમયે ભારતના એરસ્પેસમાં હતી, જેના પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ હતી. ત્યારબાદ વાયુસેનાએ બે Su-30MKI ફાઈટર જેટને તૈનાત કર્યા અને તેને તેની પાછળ રાખ્યા.
આ પણ વાંચો: ચીનના ચાંગચુન શહેરમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ, 17ના મોત, 3 ઘાયલ