કેજરીવાલના રાજકીય ભવિષ્ય પર મોટો ખતરો: દિલ્હીની ખુરશી ગઈ, સંયોજકની ખુરશી પણ જશે? 2028 સુધી ઘરે જ રહેવાનો વારો
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![: ચૂંટણી પરિણામો પહેલા કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનને કહી મોટી વાત](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/05/RUSHABH-PANT-2024-05-29T161354.965.jpg)
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને હારનો સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં તેઓ ભાજપના પ્રવેશ વર્મા સામે 4 હજાર કરતા પણ વધારે મતથી હારી ગયા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ હાર બાદ હવે કેજરીવાલનું શું થશે? તેમની પાસે કોઈ સંવૈધાનિક પદ નથી અને 2028 સુધી રાજ્યસભા સાંસદ પણ બની શકશે નહીં.
પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી વર્ષ 2028માં થશે અને દિલ્હીમાં વર્ષ 2030માં થશે.એટલા માટે કેજરીવાલે હવે ફક્ત આમ આદમી પાર્ટીના સંયોજક બનીને રહેવું પડશે. આ પદ પણ તેમના પાસે કેટલા દિવસ રહેશે, તેની કોઈ ગેરેન્ટ નથી. શરાબ કૌભાંડમાં ઈડીએ આખી આમ આદમી પાર્ટીને જ આરોપી બનાવી છે અને જો પાર્ટી કોર્ટમાં દોષિત સાબિત થશે તો પાર્ટી પણ ખતમ થઈ જશે અને કેજરીવાલ પાસેથી સંયોજકનું પદ પણ રહેશે નહીં.
આવી સ્થિતિમાં કેજરીવાલ હાલમાં જે સરકારી બંગલામાં રહે છે, તે પણ તેમને ખાલી કરવો પડશે. આ પરિણામોથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે હવે કેજરીવાલ એ શીશમહેલમાં વાપસી નહીં કરે, જેના પર કરોડો રુપિયા ખર્ચ્યા હતા. હકીકતમાં આ શીશમહેલ કેજરીવાલ માટે ઘણો અશુભ રહ્યો અને તેમાં તેઓ રહી શક્યા નહીં. પહેલા જેલ જવાનો વારો આપ્યો અને હવે ચૂંટણી હારવાનો.
આ પણ વાંચો: જેમણે ઘરભેગુ કર્યું છે તેમની પાસેથી વસુલવામાં આવશે : ભવ્ય જીત બાદ PM મોદીનું કાર્યકરોને સંબોધન