ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Delhi Chunav Parinam 2025: દિલ્હીમાં AAPની વાપસી કે પછી 27 વર્ષ બાદ કમળ ખિલશે, થોડી વારમાં મતગણતરી શરુ થશે

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરુ થઈ જશે. એ જોવાનું રસપ્રદ રહેશે કે અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં આમ આદમી પાર્ટી સતત સત્તામાં વાપસી કરશે કે પછી ભાજપ 27 વર્ષ બાદ રાજધાનીમાં સરકાર બનાવશે. છેલ્લી બે ચૂંટણીમાં એક પણ સીટ ન જીતી શકેલી કોંગ્રેસને પણ આ ચૂંટણીમાં ઘણી આશા છે. મતગણતરીને લઈને ત્રણ સ્તરીય સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજધાનીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. રાજધાનીના 19 મતગણતરી કેન્દ્રો માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી છે.જેમાં દરેક કેન્દ્ર પર બે અર્ધસૈનિક દળની કંપનીઓ તૈનાત કરી છે. અહીં ઉલ્લેખનિય છે કે પરિણામ પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં કહેવાયું છે દિલ્હીમાં કમળ ખિલવા જઈ રહ્યા છે. એટલે એક્ઝિટપોલ્સમાં ભાજપને બહુમત મળ્યો હતો. જો આવું થશે તો એક નવો ઈતિહાસ રચાશે.

દિલ્હીમાં આજે ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે, ત્યારે આતિશીએ કહ્યું હતું કે, આ કોઈ સામાન્ય ચૂંટણી નથી, પણ ભલાઈ અને ખોટા વચ્ચેની લડાઈ છે. મને પુરો વિશ્વાસ છે કે, દિલ્હીના લોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સાથે ઊભા રહેશએ. તેઓ ચોથી વાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે મતગણતરી થવા જઈ રહી છે. બપોર બાદ નક્કી થઈ જશે કે દિલ્હીમાં કઈ પાર્ટી સરકાર બનાવશે. દિલ્હીમાં વિધાનસભાની 70 સીટો છે. આ 70 સીટો પર કુલ 698 ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હીમાં સરકાર બનાવવા માટે જાદુઈ આંકોડ 36નો છે. જે પણ પાર્ટી ચૂંટણી પરિણામમાં 36 સીટ અથવા તેનાથી વધારે સીટ લાવશે, તે પાર્ટીની દિલ્હીમાં સરકાર બનશે.

આ પણ વાંચો: શેખ હસીનાનું નિવેદન તેમનું અંગત નિવેદન છે, અને તેને ભારત સાથે જોડવું યોગ્ય નથી : વિદેશ મંત્રાલય

Back to top button