ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીના પરિણામો આવતા જ દિલ્હી સચિવાલય અભેદ્ય કિલ્લામાં ફેરવાયું, એક પણ ફાઈલ કે ડેટા બહાર ન જવો જોઈએ

Text To Speech

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર અને ભાજપની જીત બાદ દિલ્હી સચિવાલયમાં ટોચના અધિકારીઓને તરત પહોંચવાના નિર્દેશ આપી દીધા છે. અધિકારીઓને સરકારી દસ્તાવેજો અન ડેટા પ્રોટેક્ટ કરવા માટે કહેવાયું છે. આદેશમાં કહેવાયું છે કે, સુરક્ષા ચિંતાઓ અને અભિલેખાની સુરક્ષામાં ધ્યાનમાં રાખતા, આ અનુરોધ કરવામાં આવે છે કે જીએડીની અનુમતિ વિના કોઈ પણ ફાઈલ/દસ્તાવેજ, કોમ્પ્યુટર અને હાર્ડવેર વગેરે દિલ્હી સચિવાલયમાંથી બહાર ન જાય.

આદેશમાં આગળ કહેવાયું છે કે, આ નિર્દેશ આપવામાં આવે છે કે, દિલ્હી સચિવાલયમાં આવેલા વિભાગો, કાર્યાલયો અંતર્ગત સંબંધિત શાખા પ્રભારીઓને તેમના અનુભાગ/શાખાઓ અંતર્ગત અભિલેખા, ફાઈલ, દસ્તાવેજ, ઈલેક્ટ્રોનિક ફાઈલ વગેરેની સુરક્ષા ખાતરી કરવા માટે જરુરી નિર્દેશો જાહેર કરી દીધા છે.

કોણે જાહેર કર્યો આદેશ

આદેશમાં લખવામાં આવ્યું છે કે, આ આદેશ સચિવાલય કાર્યાલયો અને મંત્રી પરિષદની શિબિર કાર્યાલયો પર પણ લાગૂ થશે અને બંને કાર્યાલયોના પ્રભારીઓને આ આદેશનું પાલન કરવાના નિર્દેશ આપવામાં આવે છે. આ સક્ષમ પ્રાધિકારીની સ્વીકૃતિથી જાહેર કરવામાં આવે છે.

અહીં ઉલ્લેખનિય છે કે, ચૂંટણીમાં બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી 62 સીટોથી ઘટીને ફક્ત 22 સીટો પર સમેટાઈ ગઈ છે. તેનો મતલબ એ છે કે, પાર્ટીની સત્તા હાથમાં જતી રહી. તો વળી ભાજપની વાત કરીએ તો, 8માંથી 48 સીટો પર પહોંચી ગઈ છે. તેથી બે દાયકા બાદ દિલ્હીની સત્તામાં ભાજપની વાપસી થઈ છે.

આ પણ વાંચો: કેજરીવાલના રાજકીય ભવિષ્ય પર મોટો ખતરો: દિલ્હીની ખુરશી ગઈ, સંયોજકની ખુરશી પણ જશે? 2028 સુધી ઘરે જ રહેવાનો વારો

Back to top button