ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીની ચૂંટણીનો કરિશ્માઈ જાદુ: આમ આદમી પાર્ટીને ભાજપ કરતા ખાલી 2 લાખ મત ઓછા મળ્યા અને 26 સીટ હાથમાં નીકળી ગઈ

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભલે આમ આદમી પાર્ટીથી 26 સીટો વધારે મળી હોય, પણ બંને પાર્ટીની વોટની સંખ્યામાં વધારે ફરક નથી. ચૂંટણી પંચના ફાઈનલ આંકડામાં જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીને 43 લાખ 23 હજાર તો આમ આદમી પાર્ટીને 41 લાખ 34 હજાર વોટ મળ્યા છે.

બંને પાર્ટીના વોટમાં ફક્ત 1 લાખ 89 હજારનો ફરક છે. તો વળી આમ આદમી પાર્ટીને દિલ્હી વિધાનસભાની 22 સીટો પર ભાજપને 48 સીટો પર જીત મળ છે. દિલ્હીમાં વિધાનસભાની કૂલ 70 સીટો છે. જ્યાં સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને 36 સીટો જોઈએ.

વોટ 2 લાખથી ઓછા પણ બંનેમાં 26 સીટોનો ફરક

ચૂંટણી પંચના આંકડા અનુસાર, આમ આદમી પાર્ટીને 41 લાખ 33 હજાર 898 વોટ મળ્યા છે. જ્યાં સત્તાધારી ભાજપને 43 લાખ 23 હજાર 121 વોટ મળ્યા છે. કોંગ્રેસ પાર્ટીને 6 લાખ 100 વોટ મળ્યા છે. ઓવૈસીની પાર્ટીને 73 હજાર અને માયાવતીને પાર્ટીને 55 હજાર વોટ મળ્યા છે.

એનડીએ સાથે ચૂંટણી લડનારી જેડીયૂને 1 લાખ તો લોજપાને 50 હજાર વોટ મળ્યા છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, અન્ય પાર્ટીઓ અને અપક્ષને 87 હજાર તો નોટાને દિલ્હી ચૂંટણીમાં 53 લાખ વોટ મળ્યા છે.

ભાજપને દિલ્હી ચૂંટણીમાં 48 સીટો પર જીત મળી છે. પાર્ટીને મોટા ભાગે નોર્થ દિલ્હી, નોર્થ વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હીમાં જીત મળી છે. આપને શહાદરા અને સેન્ટ્રલ દિલ્હીની મોટા ભાગની સીટો પર જીત મળી છે.

3 પર 1000 તો 12 સીટો પર 10 હજારનું માર્જિન

આમ આદમી પાર્ટીને દિલ્હી વિધાનસભાની 3 સીટો પર ખાલી 1000 વોટથી હાર મળી છે. સંગમ વિહાર સીટ પર આપના દિનેશ મોહનિયા 344 વોટથી હારી ગયા છે. આવી જ રીતે ત્રિલોકપુરી સીટ પર આપના ઉમેદવારને 392 વોટથી હાર મળી છે. જંગપુરા સીટ પર મનીષ સિસોદિયા ખાલી 675 વોટથી હારી ગયા છે.

આપને જે 12 સીટો પર 10 હજારથી ઓછા વોટથી હાર મળી છે, તેમાં શહાદરા, છત્તરપુર, ગ્રેટર કૈલાશ, મેહરોલી, માલવીય નગર, નવી દિલ્હી, રાજેન્દ્ર નગર, પાલમ, દ્વારકા, હરિનગર, મંગોલપુરી, તિમારપુર અને નરેલા સીટ સામેલ છે.

ભાજપને શાલીમાર બાગ, રિઠાલા અને ઉત્તમ નગર સીટ પર 29 હજારથી વધારે અંતરથી જીત મળી છે. આવી જ રીતે આપને મટિયા મહલ સીટ પર 42 હજારથી પણ વધારે વોટથી જીત મળી છે.

આમ આદમી પાર્ટીને દેવલીથી પ્રેમ ચૌહાણે 36 હજાર વોટના મોટા માર્જિનથી હરાવ્યા છે. આપને ફક્ત 10 સીટો પર 10 હજારથી પણ ઓછા વોટથી જીત મળી છે. આ ઉપરાંત જે સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે, તેનું અંતર 10 હજારથી વધારે છે. એટલે કે આપના જીતનારા ઉમેદવારોમાં વોટનું ઘણું અંતર છે.

આપના 8 લાખ વોટ ઘટ્યા, ભાજપના આટલા વધ્યા

2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 49 લાખ વોટ મળ્યા હતા. આ વખતે આપને 41 લાક વોટ મળ્યા છે. એટલે કે આપને વોટમાં 8 લાખની કમી આવી છે. આવી જ રીતે ભાજપને ગત ચૂંટણીમાં 35 લાખ વોટ મળ્યા હતા. જ્યારે આ વખતે 43 લાખ વોટ મળ્યા છે.

એટલે કે દિલ્હીની આ ચૂંટણીમાં ભાજપને 8 લાખ વોટ વધ્યા છે.2020માં આમ આદમી પાર્ટીને 62 તો ભાજપને 8 સીટો પર જીત મળી હતી.

આ પણ વાંચો: ચૂંટણીના પરિણામો આવતા જ દિલ્હી સચિવાલય અભેદ્ય કિલ્લામાં ફેરવાયું, એક પણ ફાઈલ કે ડેટા બહાર ન જવો જોઈએ

Back to top button