ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી રમખાણોની આરોપી ઈશરત જહાને ઉમેદવાર બનાવશે ઓવૈસીની પાર્ટી, કપિલ મિશ્રા વિરુદ્ધ લડશે ચૂંટણી

Text To Speech

નવી દિલ્હી, 16 જાન્યુઆરી 2025: દિલ્હી રમખાણો કેસમાં આરોપી ઈશરત જહાં કરાવલ નગર વિધાનસભા વિસ્તારમાંથી ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીનની ટિકિટ પર ભાજપના કપિલ મિશ્રા વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. ઈશરત જહાં કોંગ્રેસની પૂર્વ કોર્પેરેટર અને ઓખલા વિધાનસભા સીટથી મજબૂત દાવેદાર હતી. જો કે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય આસિફ ખાનની દીકરી અરીબા ખાનને ઓખલા સીટથી ઉમેદવાર જાહેર કર્યા છે.

આ અગાઉ એઆઈએમઆઈએ મુસ્તફાબાદ વિધાનસભા વિસ્તારથી તાહિર હુસૈનને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. એક અન્ય આરોપી શફા-ઉર-રહમાનને એઆઈએમઆઈએમે ઓખલાથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

એઆઈએમઆઈએમ આગામી દિલ્હી ચૂંટણીમાં 10-12 સીટો પર ચૂંટણી લડવાનો પ્લાન બનાવી રહી છે. આગામી થોડા દિવસોમાં બાકીના ઉમેદવારોની ઘોષણા કરે તેવી સંભાવના છે.

10-12 સીટો પર ચૂંટણી લડવાનો પ્લાન

એઆઈએમઆઈએમના સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે, દિલ્હીના બાબરપુર, બલ્લીમારાન, ચાંદની ચોક, ઓખલા, જંગપુરા, સદર બજાર, મટિયા મહલ, કરાવલ નગર અને સીલમપુરથી ચૂંટણી લડવા ઈચ્છુક છે. તેમાંથી મોટા ભાગના મતવિસ્તારમાં મુસ્લિમ બહુમતી છે.

આ પણ વાંચો: આંધ્ર પ્રદેશ સરકાર લાવી રહી છે નવો નિયમ: બેથી વધારે બાળકો હશે તો જ ચૂંટણી લડી શકશે, સરકારી લાભ પણ વધુ મળશે

Back to top button